________________
યશોદોહનઃ ખંડ-૨
૨૧૯ રચાયેલી કૃતિ છે. એ ચાર અધિકારમાં વિભક્ત છે. એનાં નામ તેમજ એની પદ્યસંખ્યા નીચે પ્રમાણે છે :
(૧) સામાન્ય-ગૃહસ્થધર્મ (૧-૨), (૨) વિશેષ-ગૃહસ્થ ધર્મ (૨૧-૭૦), (૩) સાપેક્ષ વતિસાધુ)ધર્મ (૭૧-૧૫૩) અને (જી નિરપેક્ષ યતિધર્મ (૧૫૪-૧૫૯).
આ કૃતિના રચનાર ઉપાધ્યાય માનવિજયગણિ છે. એઓ વિજયાનન્દસૂરિના શિષ્ય પંડિત શાન્તિવિજયના શિષ્ય થાય છે.
સ્વીપજ્ઞવૃત્તિ – આ નાનકડી કૃતિ ઉપર સંસ્કૃતમાં ગદ્યમાં પ્રશસ્તિનાં ૨૨ પદ્યોને બાદ કરતાં) કર્તાએ જાતે વૃત્તિ રચી છે. એનું પરિમાણ ૧૪૪૪૩ (૧૪૬૦૨૧૫૯) શ્લોક જેવડું છે. એની રચના અમદાવાદના વણિક મતી (? ની) આના પુત્ર શાન્તિદાસની પ્રાર્થનાથી કરાઈ હતી. એની પૂર્ણાહુતિ વિ. સં. ૧૭૩૧માં થઈ હતી. અને એનો પ્રથમાદર્શ કાન્તિવિજયજી ગણિએ તૈયાર કર્યો હતો.
આ વૃત્તિમાં માર્ગાનુસારીના ૩૫ ગુણો, ધર્મદેશના, શ્રાવકના ૨૧ ગુણો, સમ્યકત્વનું સ્વરૂપ, શ્રાવકોનાં બાર વ્રતો અને એના ૧૨૪ અતિચારો. શ્રાવકની દિનચર્યા, ભક્તિ-ચૈત્યાદિનું સ્વરૂપ, જિનપ્રતિમાની પૂજનવિધિ, પ્રતિક્રમણનાં સૂત્રોના અર્થ, દૈવસિકાદિ પ્રતિક્રમણની વિધિ, શ્રાવકનાં ચાતુર્માસિક અને વાર્ષિક કૃત્યો, જિનમંદિરને લગતી વિગતો, શ્રાવકની ૧૧ પ્રતિમા, સ્થવિરકલ્પીના તેમજ જિનકલ્પી વગેરેના આચાર એમ વિવિધ બાબતો અનેક સાક્ષીપાઠપૂર્વક વિસ્તારથી વિચારાઈ છે. ચોથા અધિકારને અંગેની સ્વોપજ્ઞ વૃત્તિનું પરિમાણ સૌથી ઓછું છે. પ્રશસ્તિના ૧૦મા અને ૧૧ મા પદ્યમાં ન્યાયાચાર્યની પ્રશંસાપૂર્વક એમણે આ વૃત્તિનું સંશોધન કર્યા બદલ અને પાઠાંતર પ્રમાણે યોજનાદિ કર્યા બદલ ઉપકાર પ્રદર્શિત કરાયો છે. સામાચારીના નિરૂપણમાં એમણે સહાયતા કર્યાની વાત બારમા પદ્યમાં નિર્દેશાઈ
તરફથી પાલીતાણાથી ઈ. સ. ૧૯૦૫માં “શ્રી ધર્મસંગ્રહ ભાગ ૧લો” તરીકે છપાવાયાં હતાં. કાલાંતરે આ કૃતિના પહેલા બે અધિકારોનું તેમજ એની સ્વીપજ્ઞ વૃત્તિ પૂરતું અને એ વૃત્તિગત ન્યાયાચાર્યનાં ટિપ્પણોનું ભાષાંતર મુનિશ્રી ભદ્રંકરવિજયજીએ (શ્રી વિજયસિદ્ધિસૂરિજીના શિષ્ય શ્રી વિજય મેઘસૂરિજીના પ્રશિષ્ય) કર્યું છે. એ મૂળનાં ૭૦ પદ્ય સહિત શ્રી નરોત્તમદાસ મહાભાઈ શાહે વિ.સં. ૨૦૦૯માં પ્રકાશિત કર્યું છે. એમાં અંતમાં સ્વપજ્ઞ વૃત્તિની પ્રશસ્તિ ભાષાંતર સહિત અપાઈ છે. મૂળનાં બાકીનાં પદ્ય ૭૧-૧૫૯ એના તેમજ સ્વોપન્ન વૃત્તિના શ્રી ભદ્રંકરવિજયજીએ ગુજરાતીમાં ટિપ્પણપૂર્વક કરેલા. ભાષાંતર સહિત શ્રી અમૃતલાલ જેસિંગભાઈએ અમદાવાદથી વિ. સં. ૨૦૧૪માં છપાવી છે. એમાં સ્વોપજ્ઞ વૃત્તિમાં જે ગ્રન્થોની સાક્ષી અપાઈ છે એ પૈકી ૧૫૧ ગ્રંથોની નામાવલિ
અપાઈ છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org