________________
યશોદોહન : ખંડ–૨
૨૧૫
ઉપર્યુક્ત સજ્ઝાયમાં અપાઈ છે.' આમ જે બાર ઢાલ રચાઈ છે તેની કડીઓની સંખ્યા નીચે મુજબ છે :
૬, ૪, ૫, ૩, ૫, ૮, ૫, ૫, ૫, ૫, ૬ અને ૭.
આમ એકંદર ૬૮ કડી છે. શરૂઆતમાં ચાર કડી દુહામાં છે. તે ઉમેરતાં ૭૨ કડી ગણાય.
આ સજ્ઝાયના અંતમાં કર્તાએ પોતાનો પરિચય વિબુધ નયવિજ્યજીના ચરણના સેવક વાચક જસ તરીકે આપ્યો છે.
બીજી ઢાલની તેરમી કડીમાં ઘેબર'નો ઉલ્લેખ છે.
છઠ્ઠી ઢાલમાં આઠ પ્રભાવકો પૈકી નિમ્નલિખિત છ નામ રજૂ કરાયાં છે : નંદિષેણ (૨), મલ્લવાદી (૩), ભદ્રબાહુ (૪), વયર યાને વજસ્વામી (૬), કાલિક (૭) અને સિદ્ધસેન (દિવાક૨) (૮)
બારમી ઢાલમાં નીચે મુજબ છ સ્થાનક ગણાવાયાં છે :
(૧) ચેતન છે. (૨) આત્મા નિત્ય છે. (૩) ચેતન કર્તા છે. (૪) ચેતન ભોક્તા છે. (૫) પરમપદ યાને મોક્ષ છે. (૬) મોક્ષના ઉપાય સંયમ અને જ્ઞાન છે.
વિશેષમાં આ ઢાલના અંતમાં જ્ઞાન-નય અને ક્રિયા-નયનું નિરૂપણ સંક્ષેપમાં
છે.
-
સમકિત-સુખલડીની ‘સજ્ઝાય – યશોવિજયગણિએ આ છ કડીની નાનકડી કૃતિ દ્વારા રૂપકોની પરંપરા પૂરી પાડી છે. એમાં એમણે જિનશાસનને ચૌટું. સિદ્ધાંતને થાળ અને સમ્યક્ત્વને સુખડી કહ્યાં છે. વિશેષમાં એના ૬૭ બોલના જે બાર વર્ગ પડે છે તેનો અનુક્રમે નીચે મુજબની વાની તરીકે ઉલ્લેખ કર્યો છે :
સેવઇયા લાડુ, ફેણાં (? સૂતરફેણી), દહુઠા (? દહીંથરા), સખર સુહાળી ( ),
૧. મેં આ બાબત વૈરાગ્યરસમંજરીના પાંચમા ગુચ્છક (શ્લો. ૧૨૧-૧૫૮)ના સ્પષ્ટીકરણ (પૃ. ૩૯૯-૪૬૯)માં રજૂ કરી છે. એ પૂર્વે આને અંગેનું મારું વક્તવ્ય મેં જૈન તત્ત્વપ્રદીપના મારા વિસ્તૃત વિવેચન નામે આર્હતદર્શનદીપિકા (પૃ. ૧૩૧-૧૪૪)માં આપ્યું છે. ૨. આ પ્રભાવનો અંક છે.
૩. આ કૃતિ ગ્. સા. સં. વિ. ૧, પૃ. ૪૪૫-૬)માં પ્રસિદ્ધ કરાઈ છે.
૪. કર્તાએ આ શબ્દ વાપર્યો નથી.
૫. પુષ્ટિમાર્ગીય જનો સૂતરફેણીને ફેણીણી' કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org