________________
પ્રકરણ : ૭
જીવનશોધન
તેર" કાઠિયાનો નિબંધ – ન્યા. ય. સ્મૃ. યુ. ૧૯૫૦માં આ કૃતિની નોંધ છે. એની ભાષા ગુજરાતી છે કે હિન્દી એ વિષે અહીં સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલે આ કૃતિની હાથપોથી જોયા વિના શું કહેવાય? એનું નામ વિચારતાં, ઉત્તરન્ઝયણ(અ. ૩)ની નિજુત્તિ (ગા. ૧૬૦)માં ધર્મશ્રવણમાં વિઘ્નરૂપ બનતા નિમ્નલિખિત જે તેર નામ ગણાવાયાં છે તેનું નિરૂપણ હશે:
(૧) આળસ, (૨) મોહ, (૩) અવજ્ઞા, (૪) અહંકાર (૫) ક્રોધ, (૬) પ્રમાદ, (૭) કૃપણતા, (૮) ભય, (૯) શોક, (૧૦) અજ્ઞાન, (૧૧) ચિત્તનો વિક્ષેપ, (૧૨) કુતૂહલ, અને (૧૩) રમણ.
આ તેરને જૈન દર્શનમાં તેર કાઠિયા' કહ્યા છે.
ષોડશક પ્રકરણ' – આ સમભાવભાવી હરિભદ્રસૂરિજીની હૃદયંગમ રચના છે. એ નિમ્નલિખિત સોળ અધિકારમાં વિભક્ત છે :
(૧) ધર્મપરીક્ષા, (૨) દેશના, (૩) ધર્મલક્ષણ, (૪) ધર્મેચ્છુલિંગ, (૫) લોકોત્તર તત્ત્વપ્રાપ્તિ, (૬) જિનમંદિર, (૭) જિનબિમ્બ, (૮) પ્રતિષ્ઠાવિધિ, (૯) પૂજાસ્વરૂપ, (૧૦) પૂજાફલ, (૧૧) શ્રુતજ્ઞાનલિંગ, (૧૨) દીક્ષા, (૧૩) ગુરુવિનય, (૧૪) યોગભેદ, (૧૫) પ્રેયસ્વરૂપ અને (૧૬) સમરસ.
પહેલા પંદર અધિકારો સોળ સોળ પદ્યના છે, જ્યારે અંતિમ અધિકાર સત્તર પદ્યનો છે, પરંતુ એ તમામ પદ્યો આર્યામાં છે. ૧. આ કૃતિ ઉપાધ્યાયજી રચિત જ છે કે કેમ? તે અનિશ્ચિત છે: સંપાદક ૨. આનો અર્થ પાઈય ટીકા પત્ર )માં “કૂકડા વગેરેની ક્રીડા' કરાયો છે. ૩. આ સંસ્કૃત કૃતિ યશોભદ્રસૂરિજીત વિવરણ તેમજ ન્યાયાચાર્યકત યોગદીપિકા નામની વૃત્તિ સહિત “દે. લા. જે. પુ. સંસ્થા” તરફથી ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત કરાઈ છે. એના અંતમાં મૂળ કૃતિ પૃથક અપાઈ છે. પહેલા આઠ અધિકારો પૂરતું મૂળ ગુજરાતી
ભાષાંતર અને વિવેચન સહિત શ્રી કેશવલાલ જૈને ઈ. સ. ૧૯૩૬માં છપાવ્યું છે. ૪. આનો પરિચય મેં અ. જ. પ. બંડ ૨)ના મારા અંગ્રેજી ઉપોદ્યાત (પૃ. ૪-૪૬)માં
તેમજ મ. યા. હ. માં આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org