________________
યશોદોહનઃ ખંડ-૨
૨૧૧ સમાધિશતક - આ ૧૦૪ દુહામાં રચાયેલી કૃતિ છે. એના ૧૦૨ મા પદ્યનો પૂર્વાર્ધ જે નીચે મુજબ છે તે ઉપરથી આ કૃતિના છંદ અને પરિમાણનો બોધ થાય છે અને સાથે સાથે એ શેમાંથી ઉદ્ધત કરાયું છે તે પણ જાણી શકાય છે:
“દોધક શતકે ઉદ્ધર્યું તંત્રસમાધિ વિચાર”
વિષય – કર્તાએ પ્રથમ પદ્યમાં કહ્યું છે તેમ આ ગુજરાતી મિશ્રિત હિન્દી કૃતિનો વિષય “આત્મબોધ' છે. એમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ દાખલાદલીલપૂર્વક સમજાવાયું છે. ૧૦૩ મા પદ્યમાં મુનિને ઇન્દ્ર કહી રૂપક' અલંકારનું સુંદર ઉદાહરણ પૂરું પડાયું છે. અહીં જ્ઞાનને વિમાન, ચારિત્રને વજ, સ્વાભાવિક સમાધિને નંદનવન અને સમતાને “શચી' કહ્યાં છે. ૮૧ મા પદ્યમાં કહ્યું છે કે પોતાના આત્માથી ભિન્ન એવા પરમાત્માના સેવનથી ભવ્ય જન પરમાત્મા બને. દા. ત. જેમ જ્યોતિથી ભિન્ન એવી વાટ જ્યોતિને – દીપકને સેવતાં જ્યોતિરૂપ બને છે. (જુઓ પૃ. ૨૭૨).
ઉદ્ધરણ – પ્રસ્તુત કૃતિ કર્તાએ કહ્યું છે તેમ સમાધિતંત્રના ઉદ્ધરણરૂપ છે. દિ. પૂજ્યપાદે જે સમાધિશતક તરીકે પણ ઓળખાવાતી 'સમાધિતંત્ર નામની સંસ્કૃત કૃતિ ૧૦૫ પદ્યમાં રચી છે તે જ આ છે. એ સંસ્કૃત કૃતિના પ્રાય: ભાવાનુવાદરૂપ પ્રસ્તુત રચના છે. પૂજ્યપાદની કૃતિ મુમુક્ષોને ઘણી ઉપયોગી છે. એટલે ઉપાધ્યાયજીએ સંસ્કૃત કૃતિનો લાભ ન લઈ શકે તેવા જનોને ઉદ્દેશીને જે આ પ્રસ્તુત કૃતિ રચી તે ઉત્તમ કાર્ય ગણાય. પ્રસ્તુત કૃતિ છપાવનારે સમાધિતંત્ર, અને સમાધિતંત્ર છપાવનારે પ્રસ્તુત કૃતિ ભેગાભેગી છપાવવી ઘટે.
સંતુલન – વૈરાગ્યકલ્પલતા (સ્તબક ૧, શ્લો. ૧૨૭૫૫૯)માં સમાધિનું
૧. આ કૃતિ ગૂ. સા. સં. વિ. ૧, પૃ. ૪૬૯-૪૭૮)માં છપાવાઈ છે. પૃ. ૪૭૮માં આ કૃતિનો
સમાધિતંત્ર તરીકે ઉલ્લેખ છે. ર-૩. આ બેનો નિર્દેશ ૧૦૪મા – અન્તિમ પદ્યના પૂર્વાર્ધમાં જણાવાયો છે. એ પૂર્વાર્ધ નીચે
પ્રમાણે છે:
“કવિ જશવિજયે એ રચ્યો દોધક શતકપ્રમાણમાં ૪. આ કૃતિ અન્વયાર્થ અને હિંદી ભાવાર્થ સહિત ૫. ફતેહચંદ દેહલીએ વિ. સં. ૧૯૭૮માં
પ્રસિદ્ધ કરી છે. આ કૃતિ ઉપર દિ. પ્રભાચન્દ્રની સંસ્કૃત ટીકા છે. આ ટીકાનો તેમજ મૂળનો ગુજરાતી અનુવાદ શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યો છે અને તે એક જ પુસ્તક રૂપે સમાધિશતકના નામથી “વડોદરા દેશી કેળવણી ખાતું” તરફથી ઈ. સ. ૧૮૯૧માં છપાવાયો છે. આના ઉપોદઘાતમાં મ. ન. દ્વિવેદીએ અંતમાં કહ્યું છે કે “આ “સમાધિશતક' ગ્રંથ આ રીતે સર્વધર્મના અનુયાયીને, નમતનો છતાં, પરમ ઉપયોગનો છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org