________________
૨૦૨
અધ્યાત્મ આઠ આઠ પદ્યનાં બત્રીસ અષ્ટક છે, અને અંતમાં ઉપસંહારરૂપે સત્તર પદ્યો છે. આમ આ કૃતિમાં ૨૭૩ પદ્યો છે. એમાંનાં છેલ્લાં પાંચ પદ્યો શાર્દૂલવિક્રીડિત છંદમાં છે, જ્યારે બાકીનાં બધાં અનુષ્ટ્રભુમાં છે.
નામ - ઉપર્યુક્ત બત્રીસ અષ્ટકોનાં નામ ઉપસંહારમાંનાં પહેલાં ચાર પદ્યોમાં ગૂંથી લેવાયાં છે. “અષ્ટક' શબ્દને બાદ કરતાં એ અષ્ટકોનાં નામ નીચે પ્રમાણે
(૧) પૂર્ણ, (૨) મગ્ન, (૩) સ્થિરતા, (૪) મોહ, (૫) જ્ઞાન, (૬) શમ, (૭) ઇન્દ્રિય-જય, (૮) ત્યાગ, (૯) ક્રિયા, (૧૦) તૃપ્તિ, (૧૧) નિર્લેપ, (૧૨) નિઃસ્પૃહ, (૧૩) મૌન, (૧) વિદ્યા, (૧૫) વિવેક, (૧૬) માધ્યસ્થ, (૧૭) નિર્ભય, (૧૮) અનાત્મશંસા, (૧૯) તત્ત્વદૃષ્ટિ, (૨૦) સર્વસમૃદ્ધિ, (૨૧) કર્મવિપાકચિન્તન, (૨૨) ભવોગ, (૨૩) લોકસંજ્ઞા, (૨) શાસ્ત્ર, (૨૫) પરિગ્રહ, (૨૬) અનુભવ, (૨૭) યોગ, (૨૮) નિયાગ, (૨૯) ભાવપૂજા, (૩૦) ધ્યાન, (૩૧) તપસ્ અને (૩૨) સર્વનયાશ્રયણ.'
પ્રસ્તુત કૃતિ એ એના નામ પ્રમાણે સાચેજ જ્ઞાનના સારરૂપ છે. એમાં કર્તાએ સ્વાનુભવ સારી રીતે પરસ્યો છે. આ કૃતિ નિશ્ચયનયને મુખ્ય ગણી રચાયેલી છે. એ વ્યવહાર અને નિશ્ચય નયના સંધિરૂપ છે. આ અષ્ટક પૂર્ણાત્મા – પરમાત્માને સાધ્ય તરીકે રજૂ કરી બાકીનાં અષ્ટકોની રચના એનાં સાધનો તરીકે કરાઈ છે. સર્વનયાષ્ટકમાં આત્માને સમભાવી બનાવવા પ્રયાસ કરાયો છે. આ કૃતિની શૈલી અને એનો વિષય જોતાં એ ભગવદ્ગીતાની જેમ મહત્ત્વનું સ્થાન જૈને જનતામાં ભોગવે તેમ છે.
ઉપસંહારના ૧૫મા અને ૧૬મા પદ્યમાં કહ્યું છે કે આ ગ્રંથ પૂર્ણ આનંદથી ઘન બનેલા (આનંદઘન) આત્માના ચારિત્રરૂપ લક્ષ્મી સાથેના લગ્નના મહોત્સવરૂપ છે. આ ગ્રંથમાં ભાવનારૂપ પવિત્ર ગોમયથી ભૂમિ લીંપેલી છે. ચારે બાજુ સમતારૂપ જળ છાંટેલું છે. માર્ગમાં સ્થળે સ્થળે વિવેકરૂપ પુષ્પમાળાઓ લટકાવેલી છે અને અગ્રે અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલા કામકુંભની સ્થાપના કરાઈ છે. આ બધું પૂર્ણાનંદઘનરૂપ આત્માને “અપ્રમાદ' નગરમાં પ્રવેશ કરવામાં મંગળરૂપ છે.
રચનાસ્થળ ઈત્યાદિ – આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત કરાવવામાં અને સ્વસ્વરૂપ રમણતા કેળવવામાં ઉપયોગી એવી આ કૃતિ સિદ્ધપુરમાં દીપોત્સવી પર્વને દિવસે પૂર્ણ કરાઈ છે. રચનાવર્ષનો અહીં ઉલ્લેખ નથી. ૧. આ અષ્ટકોની ઝાંખી માટે જુઓ ન્યા. વ. સ્મૃ. પૃ.૨૦૬-૨૧૩) ગત શ્રી પી. કે. શાહનો લેખ “જૈન દર્શનનું ચિન્તનકાવ્ય જ્ઞાનસાર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org