________________
અધ્યાત્મ
કર્તાની ઉપર્યુક્ત ભક્તિ તેમજ એમનો દર્શનપક્ષ એમને અન્ય સમ્પ્રદાયોના
-
- દિગમ્બર જેવા સ્વસમયીનાં મન્તવ્યોનું ખંડન કરવામાં તેમજ સાંખ્ય, પાતંજલ વગેરે દર્શનો સાથે સમન્વય સાધવામાં ઉપયોગી નીવડ્યાં છે. આ કાર્ય એમણે કુશળ તાર્કિકને છાજે તેમ કર્યું છે.
‘અનુભવ’ અધિકારમાં કર્તાએ પોતાનો સાક્ષાત્ અનુભવ ઠાલવ્યો છે.
આ અધિકા૨ના ૨૯મા પદ્યમાં એમણે કહ્યું છે કે પૂરેપૂરો આચાર પાળવામાં અસમર્થ એવા અમે ઇચ્છાયોગનો આશ્રય લઈ મુનિવરોની ભક્તિ વડે તેમના પદવીમાર્ગને અનુસરીએ છીએ.
૧૯૮
બીજા અધિકારના ૧૬મા પદ્યમાં તાંબું રસના અનુવેધથી સોનું બને છે એ વાત અને ૨૫મા પદ્યમાં મંડૂકચૂર્ણની અને ૩૪મા પદ્યમાં મહામણિ ત્રાસ નામના દોષને લઈને દૂષિત ગણાય એ બીના દર્શાવી છે.
દ્વિતીય પ્રબન્ધના ૪૬મા પદ્યમાં સંસારમોચકનો અને પ્ર. ૩ ના ૩૪ મા પદ્યમાં ‘કંઠસ્વણ' ન્યાયનો, ૩૭ મામાં વાસીચન્દનનો, ૫૭ મામાં કતકક્ષોદનો અને ૭૪ મામાં ધર્મયૌવનકાલ’નો ઉલ્લેખ છે.
-
વીસ વર્ગ – પ્રથમ પ્રબન્ધના ‘અધ્યાત્મસ્વરૂપ’ નામના દ્વિતીય અધિકા૨ (શ્લો. ૮-૧૧)માં એકેકથી અસંખ્યગુણી નિર્જરા કરનારના વીસ વર્ગ દર્શાવાયા છે. એ નીચે મુજબ છેઃ
(૧) પ્રશ્ન પૂછવા માટે જેનામાં સંજ્ઞા ઉત્પન્ન થઈ છે તે, (૨) પૂછવાની ઇચ્છા ધરાવનાર, (૩) સાધુ પાસે જવાની ઇચ્છા રાખનાર, (૪) ક્રિયામાં રહી ધર્મ પૂછતો. (૫) સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઇચ્છુક, (૬) સમ્યક્ત્વને પામેલો, સમ્યક્ત્વને પામેલ, (૭-૯) ત્રણ પ્રકારના શ્રાવકો, (૧૦-૧૨) ત્રિવિધ સાધુઓ, (૧૩) અનન્તાનુબન્ધી કષાયરૂપ મોહનીય કર્મના અંશના ક્ષપક, (૧૪) દર્શનમોહના ક્ષપક, (૧૫) મોહના ઉપશમક, (૧૬) ઉપશાન્તોહ, (૧૭) ક્ષપક, (૧૮) ક્ષીણમોહ, (૧૯) જિન (સયોગી કૈવલી) અને (૨૦) અયોગી કેવલી.
'
સંતુલન – આયાર(સુય. ૧, અ. ૪) અને એને અંગેની નિજ્જુત્તિ (ગા. ૨૨૨૨૨૩) ને લગતી શીલાંકસૂરિજીકૃત ટીકા (પત્ર ૧૬૦ આ)માં ઉપર્યુક્ત વિષય આલેખાયો છે. એને આધારે યશોવિજયજી ગણિએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હશે.
૧-૨. આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુઓ મારો લેખ “મોક્ષાભિમુખ મહાનુભાવોના દસ વર્ગ” આ લેખ ‘*. ધ. પ્ર.” (પુ. ૭૪, અંક ૩-૪ અને ૫)માં બે કટકે છપાયો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International