________________
યશોદોહન: ખંડ-૨
૧૯૫
છે. પત્ર ૨ અ માંનું લખાણ નીચે પ્રમાણે શરૂ કરાયું છેઃ
“કોઈ સાષિ નથી. ૩. છ. યથાશ્ચંદનઇં ઉસૂત્ર બોલ્યાનો નિર્ધાર નથી એહવું લિખ્યું છઈ તે ન મિલઈ જે માટઈ આવશ્યક, વ્યવહારભાષ્યાદિક ગ્રંથમાં યથાશ્ચંદ ઉત્સુત્રચારીનઈં ઉસૂત્રભાષી જ કહિઓ છૐ | ૪ |''
આ કૃતિમાં કર્તાએ સ્વયૂથના વિવાદગ્રસ્ત વિષયોને સ્થાન આપ્યું છે. દા. ત. એમાં નીચે મુજબના મુદ્દા ચર્ચાયા છે:
અપુનર્બન્ધક, જમાલિનો ઉત્તરભવ (૭ એ, વિધિપૂર્વક પ્રતિષ્ઠિત જિનપ્રતિમાની પૂજા (૯ આ), કેવલજ્ઞાનીને દ્રવ્યહિંસા (૧૧ આ), રાત્રિવિહાર (૧૩ અ), ચમર (૧૭ અ), અભયદાન (૧૭ અ), બારમા ગુણસ્થાનમાં મૃષાભાષા (૧૮ અ), તેમજ માંસાહારથી નરકગતિ (૧૯ અ)..
૧૦૧મો બોલ – અંતિમ બોલ નીચે પ્રમાણે છે:
દષ્ટ મંડલનઈ વિષય જે સાધુ દીસઇ છઈ તપાગચ્છનાને ટાલી બીજઇ ક્ષેત્રઈ સાધુ નથી એવું કહઈ છઈ તે ન મિલઈ જે માટ6 મહાનિશીથ, દુષમા સ્તોત્રાદિકનઈ અનુસારઈ ક્ષેત્રમંતરઈ / સાધુસત્તા સંભવઈ એહવું પરમ ગુરુનું વચન છઈ ! ૧૦૧T
ઈત્યાદિક ઘણા બોલ વિચારવાના છઈ તે સુવિદિત ગીતાર્થના વચનથી નિર્ધારીનઇ સમ્યક્ત્વની દઢતા કરવી છે !
સાક્ષીરૂપ ગ્રંથો – પ્રસ્તુત કૃતિમાં નિમ્નલિખિત ગ્રંથોની સાક્ષી અપાઈ છેઃ
આચારાંગની નિર્યુક્તિ (૧૪ આ), આચારાંગની વૃત્તિ (૧૬ અ), ઉત્તરાધ્યયન (૭ અ), ઉપદેશ પદ (૪ અ), ઉપમિતિભવપ્રપંચા (૩ અ), કર્મગ્રંથ (૧૮ અ), ગુણસ્થાનક્રમારોહ(ર અ), દશવૈકાલિક (૬ આ), દુઃષમા સ્તોત્ર (૨૦આ), ધમોંબિન્દુ (૫ આ), પંચાશક (૬ આ), મહાનિશીથ (૨૦ આ), યોગબિન્દુ (૩ અ), વ્યવહાર ચૂર્ણિ (૧૭ આ), ષષ્ટાંગ સૂત્ર (૧૯ અ) અને સર્વશતકાની ટીકા) (૧૬ અ.
ગ્રંથકાર તરીકે સમભાવ ભાવી હરિભદ્રસૂરિ અને વ્યાખ્યાવિશારદ મલયગિરિસૂરિનો ઉલ્લેખ છે.
કત્વ – પ્રારંભનું પાત્ર નથી એટલે “ઐન્દ્ર” જેવાથી શરૂઆત થઈ છે કે કેમ તે જાણવું બાકી રહે છે. અંતમાં જ વિજય ગણિ' એટલો જ કર્તા માટે ઉલ્લેખ છે. એથી એઓ જ ન્યાયાચાર્ય છે કે અન્ય એવો પ્રશ્ન સંભવે છે.
૧. આ પછી પુષ્મિકા છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org