________________
યશોદોહન : ખંડ–૨
૧૯૩
(૧૧) શક્ર મુનિઓને અવગ્રહ આપે છે. તે સાધુઓને વસતિના દાન આપવા રૂપ મહાધર્મ છે.
(૧૨) ચમર વગેરે ઇન્દ્રો અને એમના લોકપાલો (તીર્થંકર) ભગવાનનાં હાડકાંની આશાતના કરતા નથી. એ ભગવાનનો વિનય કરવારૂપ ધર્મ છે,
(૧૩) મહર્ષિને ઉપસર્ગ કરનારને દેવ શિક્ષા કરે. એ વૈયાવૃત્ત્વ ગણાય એટલે એ ‘તપ’ કહેવાય. રિકેશીનું વૈયાવૃત્ત્વ યક્ષોએ કર્યું હતું.
(૧૪) સવ૨ એ પણ સમ્યક્ત્વ ગણાય. સમ્યગ્દષ્ટિ દેવોને એ હોય છે.
(૧૫) સૂર્યાભદેવે ધાર્મિક વ્યવસાય કરીને દેવાધિદેવની પ્રતિમાનું પૂજન ભક્તિપૂર્વક કર્યું છે.
(૧૬) વિજ્ય દેવે પણ તેમ કર્યું છે.
(૧૭) દેવો જે જિનપૂજન કરે છે તે આગળ અને પછી કલ્યાણકારી છે. જિનપૂજન એ વાસ્તવિક ધર્મ છે, નહિ કે કુલાચાર.
(૧૮) ‘પછી’ શબ્દથી પરભવ સમજવાનો છે, કેમકે તપશ્ચર્યાદિકનું ફળ તેવું જ દર્શાવાયું છે.
(૧૯) જિનપ્રતિમાદિનું દેવોએ કરેલું પૂજન તે સ્થિતિરૂપ જ છે, નહિ કે ધર્મરૂપ એમ જે ધર્મશૃગાલાદિકો બોલે છે તેનું નિરસન આથી થાય છે.
સ્થિતિ પણ ધર્મ જ છે,
(૨૦) જ્ઞાનીઓનો લોકસંગ્રહ યાને લોકોપચાર પણ કર્મ ખપાવવા માટે જ
છે.
(૨૧) દેવોએ પ્રભુનું કરેલ વંદનાદિ પણ આગળ અને પછી હિતકારી છે. (૨૨) વન્દનાધિકારમાં પૂજાધિકારનો સમાવેશ થાય છે.
(૨૩) પ્રભુને વંદન એ નિરવદ્ય અને પરલોકમાં હિતકારી છે. એથી તો સૂર્યાભ વગેરે દેવોની વન્દનાદિની પ્રતિજ્ઞા પ્રભુએ સ્વીકારી હતી. નાટકનો નિષેધ કર્યો નથી..
(૨૪) સૂર્યાભની નાટક માટેની માંગણી ન સ્વીકારવાથી એની ભક્તિનો ભંગ થાય. આમ નાટક એ ભક્તિનું એક અંગ છે.
(૨૫) જેમ દાનનો ઉપદેશ કે નિષેધ કરાય છે તેમ જિનપૂજા માટે ઉપદેશ કે નિષેધ ન કરવો એમ કહેવું ઉચિત નથી, કેમકે જિનપૂજાને અંગે એ અનુબન્ધ
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org