________________
યશોદોહનઃ ખંડ-૨
૧૭૧
વાપર્યું છે' તેવી પ્રથા આજકાલના તંત્રીઓ વગેરેને અંગે જોવાય છે.
વિષય – પ્રથમ કાગળમાં અનેક મુદ્દાઓ વિચારાયા છેઃ
(૧) કેવલીના કવલાહાર વિષે લખતાં ગ્રન્થાન્તર થાય એથી એ બાબત લખી ન હતી. હવે એને લગતી યુક્તિઓ જાણવા મળે તે માટે અધ્યાત્મમત પરીક્ષાનો બાલાવબોધ લખાવી મોકલશું.
(૨) દિગંબરનો નિષેધ હેમચન્દ્રસૂરિજીના પૂર્વના આચાર્યોએ કર્યો છે. દા. ત. જિનભદ્રગણિજી ક્ષમાશ્રમણે વિરોસા.માં આઠમા નિલવ તરીકે સર્વવિસંવાદી દિગંબરનો ઉલ્લેખ કર્યો છે.
(૩) વાચક ઉમાસ્વાતિએ પ્રશમરતિમાં સાધુને ધમપકરણ હોય એમ કહ્યું
() આગમમાં સ્ત્રી મોક્ષે ગયાની અને મલ્લિનાથને સ્ત્રી કહ્યાની વાત છે.
(૫) ૮૪000 જેવડો જે સ્યાદ્વાદરત્નાકર હતો તેમાં ૪૦૦૦ શ્લોક જેટલો વિભાગ તો સ્ત્રીમુક્તિને લગતી યુક્તિઓ પરત્વે હતો.
(૬) પરીક્ષકે સંભૂત અર્થ વિષે સ્પષ્ટ નિર્ણય જાહેર કરવો જોઈએ.
(૭) લાભાંતરાય કર્મના ક્ષયથી કેવલીને દિવ્યપરમાણુ ચયાપચય રોમેરોમ થઈ રહ્યો છે એ વાતનું ખંડન કરાયું છે. એ પ્રસંગે અપાયેલા સાક્ષીપાઠનો ટબ્બો અપાયો છે.
(૮) વિશ નિને (ત. સૂ. ૯, સૂત્ર ૧૧)ને અંગેની દિગંબરીય વ્યાખ્યાઓમાં દોષ બતાવાયા છે.
(૯) મોહનીય કર્મ વિના વેદનીય કર્મ સ્વવિપાક ન દેખાડે એ વાતનું નિરસન કરાયું છે.
આ ઉપરાંત બીજી તેર બાબતો આ કાગળમાં અપાઈ છેઃ
(૧) સિદ્ધને અંગે તેમજ અલોકાકાશ પરત્વે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની વિચારણા કરાઈ છે. તેમ કરતી વેળા ઉત્પાદાદિ ત્રણેના પ્રાયોગિક અને વૈસિક એમ બબ્બે પ્રકારો દર્શાવાયા છે. વળી દ્રવ્યાર્થિક નય પ્રમાણે ત્રણે કાળના સંબંધરૂપ સત્તા છે, જ્યારે પર્યાયાર્થિક નય પ્રમાણે તો મધ્યમ ક્ષણરૂપ જ સત્તા છે એ વાત
૧. આ પ્રમાણેનો બહુવચનનો પ્રયોગ કરવાનું કારણ વ્યાકરણશાસ્ત્રમાં... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org