________________
યશોદોહનઃ ખંડ-૨
૧૬૩ ૧૦, ૧૬, ૮, ૧૦, ૧૧ અને ૭. = ૭૨ આમ એકંદરે આ સ્તવનમાં ૭૮ (૩ + ૭૨ + ૩) કડી છે.
પહેલી ઢાલમાં, મહાવીરસ્વામીનું શાસન ૨૧00 વર્ષ ચાલનાર છે, અનુયોગદ્વારમાં આગમના ત્રણ પ્રકાર દર્શાવાયા છે, તેમજ દુપ્રસહસૂરિ સુધી સૂરિપરંપરા ચાલવાની છે એમ વિવિધ બાબતોનો ઉલ્લેખ કરી બકુશ અને કુશીલના પચ્ચીસ ભેદ અને ભરમ' ગ્રહનો પ્રભાવ એ બેનો બાંધભારે નિર્દેશ કરાયો છે.
બીજી ઢાલમાં કહ્યું છે કે વીર નિર્વાણથી ૬૦૦ વર્ષે દિગંબર મત નીકળ્યો. એ મત સ્ત્રીની સ્ત્રીદેહે મુક્તિ માનતો નથી, પરંતુ ગોમટસારની વૃત્તિમાં તો એથી વિપરીત વાત દર્શાવાઈ છે એમ અહીં કહ્યું છે.
વિ. સં. ૧૧૬૯માં પુનમિયા’ પૂર્ણિમા) પંથ નીકળ્યો. એના અનુયાયી ચૌદસને બદલે પૂર્ણિમાને મહત્ત્વ આપે છે તેનું વિવિધ આગમાદિકના ઉલ્લેખપૂર્વક ખંડન કરાયું છે.
વિ. સં. ૧૨૦૪માં ખરતરની ઉત્પત્તિ થઈ. એ મતમાં સ્ત્રીને પૂજાનો અધિકાર નથી એવી પ્રરૂપણા કરાઈ છે. એ મત પ્રમાણે મહાવીરસ્વામીનાં છ કલ્યાણક છે અને માસકલ્પ નથી.
ત્રીજી ઢાલમાં જિનપ્રતિમા પૂજનીય છે એ વાત કેટલાક દાખલા આપી દર્શાવાઈ છે."
ચોથી ઢાલમાં કહ્યું છે કે શાહ કડુએ (કડવે) વિ. સં. ૧૫૬૪માં ગુરુ તત્ત્વને ઉથાપી નવો મત કાઢ્યો. એ દ્વારા દ્રવ્યાદિક ચારના ભેદ મહાનિસીહમાં કહ્યા છે, દેશવત્તિ દેશવિરત)ના એકવીસ ભેદ છે તેમજ સાધુ વિના શ્રાવક હોય એ આશ્ચર્ય ગણાય એમ બીજી કેટલીક બાબતો રજૂ કરાઈ છે.
પાંચમી ઢાલમાં એવો ઉલ્લેખ છે કે વિ. સં. ૧૫૭૮માં લંકામાંથી વિજયા' મત નીકળ્યો. વળી ‘નાગોરીતા' ગચ્છમાંથી “પાયચંદ ગચ્છ ઉદ્ભવ્યો અને
૧. શું આ પ્રરૂપણા વિ. સં. ૧૫૦૮માં અમદાવાદમાં લોંકાશાહ નામના લહિયાને સાધુ પ્રત્યે
અણગમો થતાં અને એમને વિ. સં. ૧૫૩૦માં લખમશી નામનો શિષ્ય મળતાં બંનેએ જે જિનપ્રતિમાનો નિષેધ કર્યો અને વિ. સં. ૧૫૩૩માં સીરોહી પાસેના અરઘટ્ટપાટકના વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના ભાણાએ એ પ્રતિમાનિષેધના વાદને જોર આપ્યું (જુઓ પવયણ પરિફખા, વિશ્રામ ૭) તેને ઉદ્દેશીને છે? આ વાદને માનનારને મૂર્તિપૂજક જૈનો લેપક'
કહે છે. જુઓ જૈ. સા. સં. ઈ. પૂ. પ૦૮). Jain Education International For Private & Personal Use Only
WWW.jainelibrary.org