________________
૧૬૦
પરમત સમીક્ષા.
છે. પત્ર ૩૫ અમાં અવયવ અને અવયવીના ભેદભેદ વિષે ઊહાપોહ છે. પરમાણમાં પાકથી ઉદ્ભવતા રૂપાદિનો અભાવ છે એમ યશોવિજયે પોતાનો મત પત્ર ૩૯ આ માં દર્શાવ્યો છે. પત્ર ૪૭ આથી કોઈક વાદનો ઉત્તરપક્ષ શરૂ કરાયો છે. પત્ર ૪૯ આ માં યૌક્તિકનો મત દર્શાવાયો છે. પત્ર ૫૬ આ માં વેદાન્તીઓનો જ્ઞાનને લગતો મત દર્શાવાયો છે.
પત્ર ૩૫ અ માં વિશેષાવશ્યકનો અને પત્ર ૪૮ અ માં સ્વાદરત્નાકરનો ઉલ્લેખ છે. અંતમાં નીચે મુજબની પંક્તિ દ્વારા આ હાથપોથી પૂર્ણ કરાઈ છે :
"वस्तुत आत्मा ज्ञानद्वारा ज्ञानानन्य एवेति तद्द्वारा स्वसंविदितत्वं ज्ञानातिरिक्तपर्यायद्वारा तु न तथात्वमिति स्याद्वाद एवानाविल इति सर्वमवदातम्'
કહેવાનું તાત્પર્ય એ છે કે ખરી રીતે આત્મા જ્ઞાન દ્વારા જ્ઞાનથી અનન્યઅભિન્ન જ છે એટલે એ દ્વારા સ્વસંવિદિતત્વ છે, જ્યારે જ્ઞાનથી અતિરિક્ત પર્યાય દ્વારા તેમ નથી. આમ સ્યાદ્વાદ જ નિર્દોષ છે.
ચિત્રરૂપ પ્રકાશ - સ્યાદ્વાદરહસ્ય (પત્ર ૩૩ અ)માં આ કૃતિ જોવાની ભલામણ યશોવિજયજી ગણિએ કરી છે. એટલે આ એમની જ કતિ છે એ વાત નિઃશંક છે. પણ એ સંસ્કૃતમાં છે કે કેમ અને એ કોઈ વાદમાલા જેવી કૃતિનો એક ભાગ તો નથી એનો નિર્ણય કરવો બાકી રહે છે.
ન્યાયવાદાર્થ (ઉ. વિ. સં. ૧૭૦૧) – યશોવિજયજી ગણિએ આ જોવાની ભલામણ લઘુ સ્યાદ્વાદરહસ્ય (પત્ર ૩ અ)માં તેમજ બૃહત્ સ્યાદ્વાદરહસ્ય (પત્ર ૩૨ અ)માં કરી છે. વિશેષમાં બૃહત્ સ્યાદ્વાદરહસ્ય પત્ર ૩૩ અ) જોતાં જણાય છે કે એમાં ચિત્રરૂપ સંબંધી વિચારણા કરાઈ છે.
વાદરહસ્ય – આ યશોવિજયજી ગણિની કૃતિ હોવાનું મનાય છે, પણ એમ માનવા માટે મને કોઈ સબળ પ્રમાણ મળ્યું નથી. એ કૃતિ અનુપલબ્ધ છે એટલે એમાં શું હરિભદ્રસૂરિકૃત વાદાષ્ટક જેવી બાબત ચર્ચાઈ હશે કે કેમ તે જાણવું બાકી રહે છે.
વાદાર્ણવ – આના પ્રણેતા યશોવિજયજીગણિ છે એમ નિઃશંકપણે માનવા માટે મને કોઈ કારણ જણાતું નથી. એ અનુપલબ્ધ કૃતિનું નામ વિચારતાં એમાં અનેક વાદોનું વિસ્તૃત અને વેધક વર્ણન હશે એમ લાગે છે.
૧. આ ચર્ચા અનેકાન્તવ્યવસ્થા (જીનું સ્મરણ કરાવે છે.
૨. આત્મા આત્મા વડે જણાય એ આત્માનું સ્વસંવિદિતત્વ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org