________________
૧૫ર
પરમત સમીક્ષા
ખાદ્યનો ઉલ્લેખ કરે છે. જિ. ૨. કો. વિ. ૧, પૃ. ૨૧૯)માં તો ખંડનખાદ્યનો પણ નામાંતર તરીકે ઉલ્લેખ છે. વળી કેટલાક આ કૃતિના સ્વોપજ્ઞ વિવરણનું નામ 'ન્યાયખંડનખાદ્ય હોવાનું કહે છે.
છેદ – પદ્ય ૧-૯૯ વસન્તતિલકામાં, ૧૦૦-૧૦૫ અને ૧૦૮ શિખરિણીમાં, ૧૦૬મું પદ્ય હરિણીમાં, ૧૦૭મું શાલિનીમા અને પદ્ય ૧૦૯ અને ૧૧૦ શાર્દૂલવિક્રીડિતમાં છે.
વિષય – આ કૃતિનો મુખ્ય વિષય મહાવીરસ્વામીની વાણીની – સ્યાદ્વાદની સ્તુતિ છે. એના આદ્ય પદ્યમાં કહ્યું છે કે ઐકારનો ઉત્તમ જાપ કે જે કવિત્વ અને કવિત્વની અભિલાષાને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ છે અને જેનો રંગ અભંગ છે એ જાપને ગંગાની સમીપમાં પ્રાપ્ત કરીને હે વીર ! સુખદાતા એવાં તારાં ચરણકમળની સૂક્તરૂપ વિકસ્વર પુષ્પો વડે પૂજા કરું છું.
પ્રસ્તુત કૃતિમાં સ્યાદ્વાદને અંગે દૂષણો જે અન્યજનો તરફથી દર્શાવાય છે. તેનું નિરસન કરાયું છે. વિજ્ઞાનવાદની આલોચના કરાઈ છે.
‘સ્વપજ્ઞ વિવરણ – આનું પરિમાણ ૫૫૦૦ શ્લોક જેવડું છે. એ ન્યાયાલોકની જેમ નવ્ય ન્યાયની પદ્ધતિએ રચાયેલ છે.
આમાં પાંચ સ્થળે ગુણાનન્દ વિદ્યાવાગીશનો ઉલ્લેખ કરી એમની વિચારણાની આલોચના કરાઈ છે. તેમાં નારાયણાચાર્યનો અને શિરોમણિનો ઉલ્લેખ
ન્યાયપ્રભા – આ સંસ્કૃત વિવૃતિ શ્રી વિજયનેમિસૂરિજીએ રચી છે. એની પૂર્ણાહુતિ અમદાવાદમાં વિ. સં. ૧૯૭૦માં કરાઈ છે. એ મૂળ કૃતિ તેમજ એના સ્વોપણ વિવરણના સ્પષ્ટીકરણરૂપ છે.
કલ્પલતિકા – આ શ્રી વિજયનેમિસૂરિજીના પટ્ટધર શ્રી વિજયદર્શનસૂરિજીની રચના છે. એ ચાર ભાગમાં વિભક્ત છે. એમાં અનુક્રમે પદ્ય ૧-૨૨, ૨૩-૩૪, ૩૫-૫૧ અને પર-૧૧૦ની વિવૃતિને સ્થાન અપાયું છે. પ્રથમના બે ભાગનો પ્રથમ ખંડ તરીકે અને બાકીના બે ભાગનો દ્વિતીય ખંડ તરીકે ઉલ્લેખ છે. દ્વિતીય ખંડના
૧. આ નામ મૂળ કૃતિની સ્વોપજ્ઞ વિવૃતિનું છે એમ જાય. મૃ. મૃ. ૧૯૩)માં ઉલ્લેખ
છે પરંતુ એના આમુખ પૃ. ૮)માં એમ નથી. ૨. આ પ્રકાશિત છે. ૩. A His. of Indian Logic હાથપોથીનાં પત્ર ૨, ૧૧, પ૬, ૭૭ અને ૮૦ એમ પાંચ
સ્થળ દર્શાવાયાં છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org