________________
યશોદેહનઃ ખંડ-૨
૧૩૯ ઉલ્લેખ – ઉત્તમવિજયે વિ. સં. ૧૭૯૯માં જે પસંયમશ્રેણિસ્તવ રચ્યો છે તેની પહેલી ઢાલની ત્રીજી કડીમાં પ્રસ્તુત કૃતિ વિષે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છેઃ
વાચક જશવિજયે રચ્યો જી સંક્ષેપે સક્ઝાય” આમ અહીં આને સઝાય કહી છે.
સંયમશ્રેણિપ્રરૂપણા – આ ગદ્યાત્મક ગુજરાતી કૃતિ યશોવિજયગણિએ રચી છે એમ ન્યા. ય. સ્મૃ. પૃ. ૧૬ ૨)માં ઉલ્લેખ છે. શું એ ઉપર્યુક્ત ટબ્બો છે?
કાયસ્થિતિનું સ્તવન – આ કૃતિ અત્યારે તો અમુદ્રિત છે. એ ગુજરાતીમાં હશે. એનું નામ વિચારતાં એમ લાગે છે કે એમાં સંસારી જીવોની કાસ્થિતિનું નિરૂપણ હશે.
કોઈકે કાયથિઇથોર ચોવીસ પદ્યોમાં જ. મ.માં રચ્યું છે અને એના ઉપર કુલમંડનગણિએ તેમજ રામસિંહે એકેક ટીકા રચી છે. વળી એક અજ્ઞાતકર્તક ટીકા પણ છે. આ સાધનનો ઉપયોગ પ્રસ્તુત કૃતિમાં કરાયો હોય તો ના નહિ.
“અષ્ટસહસી વિવરણ – દિ. તાર્કિક સમન્તભદ્રજીએ ૧૧૫ પદ્યમાં સંસ્કૃતમાં દેવાગમસ્તોત્રના નામે પણ ઓળખાવાતી આપ્તમીમાંસા રચી છે અને એ દ્વારા આ તે કોણ તેનું તાર્કિક દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. એના ઉપર દિ. અકલંકજીએ
૧. આ નામ કર્તાએ પોતે રચેલા બાલાવબોધમાં આપ્યું છે. ૨. આ કૃતિ સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ કે જે મોતીચંદ રૂપચંદ ઝવેરીએ ઈ.સ. ૧૯૧લ્માં પ્રકાશિત કર્યો છે તેમાં પૃ. ૧૬૩ અ
૧૮૩ અ માં છપાવાઈ છે. ૩. આ સ્તવનની નોંધ ન્યા. ય. મૃ. મૃ. ૧૯૫)માં છે. ૪. આ કૃતિ “જૈ. આ. સ.” તરફથી વિ. સં. ૧૯૬૮માં પ્રસિદ્ધ કરાઈ છે. ૫. આ વિવરણ આપ્તમીમાંસા, અષ્ટશતી અને અષ્ટસહસી તેમજ અષ્ટસહસી વિવરણની
શ્રી વિજયોદયસૂરિજીએ સંસ્કૃતમાં તૈયાર કરેલી વિસ્તૃત વિષયસૂચી સહિત “અષ્ટસહસીતાત્પર્યવિવરણ”ના નામથી જે. . પ્ર. સ. તરફથી ઈ. સ. ૧૯૩૭માં છપાવાયું છે. એનું સંશોધન શ્રી વિજયોદયસૂરિજીએ કર્યું છે અને એ માટે ભાં. પ્રા. સં. મં.માં મુંબઈ સરકારની માલિકીની જે હાથપોથી છે તેનો જ ઉપયોગ કરાયો છે. પ્રસ્તુત વિવરણનો અંતિમ ભાગ અંશતઃ ખંડિત હોવાથી ટિપ્પણી દ્વારા એને પૂર્ણ કરાયું છે એવો “પ્રકાશકીય નિવેદન” (પત્ર ૨ આ)માં ઉલ્લેખ છે. શરૂઆતના પત્ર ૬૨ આ માં યશોવિજયગરિ કૃત છ પદ્યનું આદિ જિન સ્તવન (સંસ્કૃત) છપાવાયું છે. ઉપર્યુક્ત હાથપોથીનું વર્ણન મેં b c d O M (Vol. XVII, PT.1, pp. 204-205)માં આપ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org