________________
યશોદોહનઃ ખંડ-૨
૧૨૭ (૨) હરિભદ્રસૂરિજીએ શરૂ કરેલી અને યશોભદ્ર અને એમના શિષ્ય પૂર્ણ
કરેલી,
(૩) દેવગુપ્તની સંબંધકારિકા પૂરતી ઉપલબ્ધ. () મલયગિરિસૂરિની અનુપલબ્ધ. (૫) ન્યાયાચાર્ય યશોવિજયગણિકત.
આ ઉપરથી જોઈ શકાશે કે મલયગિરિસૂરિ પછી લગભગ પાંચસો વર્ષના ગાળામાં થયેલા કોઈ શ્વેતાંબર મુનિએ કે ગૃહસ્થ સંસ્કૃતમાં ટીકા રચેલી જણાતી નથી. આ પરંપરાને આગળ ચલાવવાનું કાર્ય આપણા ચરિત્રનાયકે કર્યું છે. એમણે જે ભાષ્યાનુસારિણી ટીકા રચી છે તે પ્રથમ અધ્યાય પૂરતી જ હજી સુધી તો મળી આવી છે. તેમાં પણ આદ્ય પાંચ સંબંધકારિકાને લગતો અંશ ખૂટે છે. એની પૂર્તિ શ્રી વિજયનેમિસૂરિજીના શિષ્યરત્ન શ્રી વિજ્યોદયસૂરિજીએ કરી છે (જુઓ પત્ર ૧ અ - ૮ આ.).
યશોવિજયગણિએ જવવા એવા ઉલ્લેખપૂર્વક પત્ર ૭૧ અ અને ૭૬ આ માં અવતરણ આપ્યાં છે. જેમકે પવિત્વે વર્તમાનત્વ. (પત્ર ૭૧ અ), ૩ય ન સંશય: દૈવ પત્ર ૭૬ આ), ન સમુદ્રો સમુદ્રો (પત્ર ૭૬ આ). વિશેષમાં નિમ્નલિખિત નામોનો નિર્દેશ છેઃ
ભાષ્યકાર પત્ર ૧૦ અ), હરિભદ્રાચાર્ય પત્ર ૧૬ અ, સમ્મતિ પત્ર ૧૭ અ), ભદ્રબાહુ પત્ર ૨૬ ), સિદ્ધસેન (પત્ર ૩૮ અ, ૪૦ આ), નન્દી (પત્ર ૩૯ આ), દેવસૂરિ પત્ર ૪૦ આ), ભાષ્યસુધાંભોનિધિ પત્ર ૪૬ આ), ઉદયનકારિકા પત્ર પર અ), વાક્યપદીય (પત્ર ૭૦ અ) અને નયોપદેશ (પત્ર ૭ર અ).
ત. સૂ. (અ. ૧, સૂ. ૫)ની ટીકા (પત્ર ૨૪ અ)માં યશોવિજયગણિએ કહ્યું છે કે નૈયાયિકાદિ અજૈનોએ પણ નામાંતરથી નામાદિ નિક્ષેપોનો સ્વીકાર કર્યો છે. એમણે વ્યક્તિ, આકૃતિ અને જાતિનો જે ઉલ્લેખ કર્યો છે તે જૈન નિક્ષેપો પૈકી દ્રવ્ય
૧. કોઈ ચિરંતન મુનિએ – શ્વેતાંબર સાધુએ શક સંવત્ ૧૨૧૪માં રચાયેલી સ્યાદ્વાદમંજરીના
ઉલ્લેખપૂર્વકનું ટિપ્પણ રચ્યું છે. ૨. આ કાનો ઉપલબ્ધ અંશ માણેકલાલ મનસુખભાઈએ અમદાવાદથી ઈ. સ. ૧૯૨૪માં
પ્રકાશિત કર્યો છે. એના પ્રારંભમાં શ્રી વિજયોદયસૂરિજીએ સંબંધકારિકા (૧-૫) ને અંગે રચેલા વિવરણને સ્થાન અપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org