________________
યશોદોહનઃ ખંડ-૨
૧૦૫ નૈગમાદિ નયોનું નિરૂપણ, નૈગમાભાસાદિ અને અજૈન દર્શનો, વ્યવહારના ચૌદ અને ઉપચારના નવ પ્રકારો, કાલાદિ છ ભેદનાં ઉદાહરણો તેમજ નયના સાતસો ભેદનું સૂચન એમ જાતજાતના મુદ્દાઓ ચર્ચાયા છે. અંતમાં કહ્યું છે કે પરસ્પર વિરોધી નયો વચ્ચે મેળ જૈન સાધુ સાધે છે. વિશ્વના ઘણા કણો પણ પ્રૌઢ મંત્રવાદીના પ્રયોગથી નિર્વિષ બને અને એ કોઢ વગેરેથી પીડિત જનને આપતાં અમૃતરૂપે પરિણમે એ વાત અહીં સમર્થનાર્થે રજૂ કરાઈ છે.
અવતરણો – પ્રસ્તુત પુસ્તકમાંનાં કેટલાંક અવતરણોનાં મૂળ નીચે મુજબ
છે :
અણુઓગદારની વૃત્તિ, અષ્ટાધ્યાયી પાણિનીય), ઉત્તરઝયણ, પંચાશ, પવયણસારુદ્ધારની વૃત્તિ, પ્રમાણનયતત્તાલોક, રત્નાકરાવતારિક, રાયપૂસેણઈજ્જની વૃત્તિ, વિરોસા. અને એની વૃત્તિ, સમવાયની વૃત્તિ અને સ્તુતિદ્વત્રિશિકા.
બાલબોધિની – આ સંસ્કૃત વિવૃતિ શ્રી વિજયલાવણ્યસૂરિજીએ વિ. સં. ૨૦૦૩માં રચી છે.
અનુવાદ અને વિવેચન – સપ્તભંગીન પ્રદીપનો ગુજરાતીમાં અનુવાદ તેમજ એનું ગુજરાતીમાં વિવેચન શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ કર્યા છે.
ખવ-રહસ્ય – આ સંસ્કૃત કૃતિને ગ્રન્થકારે અંતમાં પ્રકરણ' કહી છે. આનાં પ્રારંભમાં એક પદ્ય અને અંતમાં પ્રશસ્તિરૂપે ત્રણ પદ્યો છે, જ્યારે બાકીનો ભાગ ગદ્યમાં છે. નયનું લક્ષણ, નયનાં છ નામાંતર અને તેની સમજણ, ગોળ અને ૧. બધાં જ અવતરણોનાં સ્થળો કોઈ મુદ્રિત પુસ્તકમાં દર્શાવાયાં નથી. ૨. આ પ્રકાશિત છે. ૩-૪. આ બંનેને નયપ્રદીપ અને મયચક્રસ્વરૂપ નામના પુસ્તકમાં સ્થાન અપાયું છે. એ પુસ્તક
ડો. ભગવાનદાસ મનસુખભાઈ કિ. મહેતાએ ઈ.સ. ૧૯૫૦માં છપાવ્યું છે. ૫. આ કૃતિ “ન્યા. ૨. ગં."માં પત્ર ૭૯૮-૯૪ આ માં છપાવાઈ છે. વળી આ કતિ શ્રી વિજયલાવયસૂરિજી કૃત પ્રમોદા નામની સંસ્કૃત વિવૃતિ, એ વિવૃતિ અને મૂળ કૃતિની ભેગી વિષયાનુક્રમણિકા તેમજ એ બંનેમાં આવતાં અવતરણોનાં મૂળ સ્થળનાં નિર્દેશપૂર્વકની સૂચિ, પદ્યોની અનુક્રમણિકા વગેરે સહિત નવરહસ્ય પ્રકરણના નામથી જે. ઝં. પ્ર. સ. તરફથી વિ. સ. ૨૦૦૩માં પ્રસિદ્ધ કરાઈ છે. અવતરણની સૂચિમાં નિમ્નલિખિત અવતરણની નોંધ નથી તો એના મૂળ વિષે તો ઉલ્લેખ ક્યાંથી જ હોય? "वस्तुन एव समानः परिणामोऽयं स एव सामान्यम् । असमानस्तु विशेषो वस्त्वेकमनेकरूपं तु ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org