________________ ભક્તિસાહિત્ય યુવતીને જે છોડી તે ખંતને ખાર દીધો, જે ચૌદ જાણે તે ચારને ન ભૂલે, કર્મનો દોષ અન્યને ન દેવો. એ મંત્ર-તંત્રને સાધ્ય નથી. છઠ્ઠા ગીતમાં ચાર પંક્તિની એકવીસ કડી છે. આ ગીત માટે કોઈ રાગનો ઉલ્લેખ નથી. આ ગીતમાં રાજુલની વિરહદના કાવ્યરસિકોને આનંદ અર્પે તેવી રીતે વર્ણવાઈ છે. એમાં રાજુલ નેમિનાથ પાસે જવા ઉત્સુક છે એમ કહ્યું છે. રાજુલા કહે છે કે મને એક તો યૌવન અને બીજો મદન સંતાપે છે, વળી ત્રીજો વિરહ કાળજું કાપે છે અને ચોથો દુઃખદાયી કોયલ છે કે જે પિક પિઉ પોકારે છે. જે ભોગીને સખનાં સાધન છે તે વિરહીને દુઃખ દે છે એમ કહી શય્યા, મોટો મહેલ અને ઋદ્ધિનો ઉલ્લેખ કરાયો છે. રાજુલ કહે છે કે પ્રિયતમના વિરહને લઈને ભૂખ અને ઊંઘ બંને નાઠાં છે. કોયલ કયા પાપે કાળી થઈ અને ચન્દ્રમાં લાંછન કેમ છે તે વિષે કવિએ મનોરમ કલ્પના કરી છે. ઉàક્ષાનાં વિવિધ ઉદાહરણો આ ગીતની ગુણવત્તામાં વૃદ્ધિ કરે છે. અંતમાં કવિ કહે છે કે રાજુલ વિવિધ વિલાપ કરતી ગિરનાર ગઈ અને એના પતિ નેમિનાથને મળી અને હવે એ બંને જણ શિવમંદિરમાં રમે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org