________________ 64 ભક્તિસાહિત્ય જીતાતાં એ પાતાળમાં ગયો છે, અને તારા તેજથી પરાજિત થયેલો સૂર્ય આકાશમાં ફર્યા કરે છે. આ વર્ણન પ્રેમાનંદ કૃત નળાખ્યાનનું સ્મરણ કરાવે છે. વીસમા સ્તવનમાં પ્રભુના ગુણના સમૂહને ગંગાજળ કહ્યો છે. આ સ્તવનમાં નીચે મુજબ ઉલ્લેખ છે : જે સંસર્ગ અભેદા રોપે સમાપતિ મુનિ માને” નામનિર્દેશ - પ્રસ્તુત કૃતિમાં કર્તાએ પોતાને માટે નયવિજયજીના સુશિષ્ય, નયવિજયજીના શિષ્ય, વાચક જશ, અંશ અને જસ એમ વિવિધ રીતે ઉલ્લેખ કર્યો છે. એમાં “વાચક જશ”ની બહુલતા છે. સતુલન - ખિમાવિજયના શિષ્ય જિનવિજયજીએ તેમ જ દેવચન્દ્રજીએ પણ એકેક વિહરમાણ-જિન-વસી રચી છે. સીમંધરસ્વામીનું સ્તવન - આ છ કડીની ગુજરાતી કૃતિમાં કર્તાએ સીમંધરસ્વામીને ભરતક્ષેત્રમાં પધારવા - દર્શન દેવા વિજ્ઞપ્તિ કરી છે. સાથે સાથે પોતાનું મન માને તો એમની પાસે સંયમ લેવાની વાત કર્તાએ કહી છે. ‘સિદ્ધ-જિનનાં સહસ નામ - આ 21 પદ્યોની કૃતિ “ભુજંગ પ્રયાત” છંદમાં ગુજરાતીમાં રચાયેલી છે. એના અંતિમ પદ્ય ઉપરથી મેં આ કૃતિનું આ નામ યોજ્યું છે. એમાં કર્તાએ નવિજયજીના ચરણસેવક તરીકે પોતાનો નિર્દેશ કર્યો છે. એમાં જશ' જેવો કોઈ શબ્દ નથી. તો શું એટલા જ ઉપરથી આ પ્રસ્તુત યશોવિજયજીની કૃતિ નથી એમ કેમ કહેવાય? 1. આ સ્તવન ગૂ. સા. સં. વિ. 1, પૃ. ૧૧૨)માં છપાયું છે. 2. આ કૃતિ “સિદ્ધ-સહસ્ત્રનામ વર્ણન છંદ"ના નામે ગૂ. સા. સં. (વિ. 1, પૃ. ૧૩૩-૧૩૬)માં વિ. સં. ૧૯૯૨માં છપાવાઈ છે. વળી એ જ નામથી આ કૃતિ “અહંનામસહસ્ત્ર સમુચ્ચય” નામના પુસ્તક મૃ. ૫૫-૫૮)માં જૈ. ધ. પ્ર. સ” તરફથી વિ. સં. ૧૯૯૫માં પ્રકાશિત કરાઈ છે અને તેમ કરતી વેળા ભાષામાં પરિવર્તન કરાયું છે. વિશેષમાં અહીં પૃ. ૫૮માં કહ્યું છે કે “કર્તા તરીકે ઉ. શ્રી યશોવિજયજીનું નામ આપવામાં આવ્યું છે પરંતુ કૃતિ જોતાં તે નામ સંભવતું નથી. વળી સહસ્ત્ર નામની સંજ્ઞાનું કારણ પણ સમજાતું નથી.” 3. આ નીચે મુજબ છે: ઇરયાં સિદ્ધજિનનાં કહ્યાં સહસ્ત્ર નામ, રહો શબ્દ ઝગડો લહો શુદ્ધ ધામ; ગુરુ શ્રીનવિજય-બુધ-ચરણ સેવી, કહઈ શુદ્ધ પદમાંહિ નિજ દૃષ્ટિ દેવી. - 21" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org