________________ ભક્તિસાહિત્ય ઉલ્લેખ છે : (1) તીર્થકરનું નામ, (2) એમની જન્મભૂમિ, (3-5) એમનાં માતા, પિતા અને પત્નીનાં નામ અને (6) તીર્થંકરનું લાંછન. પ્રથમ સ્તવનમાં મોટા અને નાના વચ્ચે ભેદભાવ ગિરુઆ (મોટા) દાખવતા નથી એમ કહી એ અંગે ચન્દ્ર, વરસાદ, છાયા, સૂર્ય અને ગંગાજળનાં ઉદાહરણ અપાયાં છે. જેમકે ચન્દ્રના દર્શનથી જેમ સાગર વધે છે તેમ કુમુદ (કૈરવ)નું વન પણ વિકસે છે. દ્વિતીય સ્તવનમાં કહ્યું છે કે હે પ્રભુ! તારી સાથેનો સ્નેહરિંગ) મજીઠના જેવો અચળ અને અભંગ છે. વિશેષમાં અહીં એવો ઉલ્લેખ છે કે ભવ્યજનોના મનરૂપ તાંબાનું વેધક સોનું બનાવે ત્યાર બાદ એનું પાછું તાંબું બનતું નથી. તૃતીય સ્તવનમાં એવો ઉલ્લેખ છે કે જે વનમાં મોર વિચરે ત્યાં સર્પનો ભય ન હોય, સૂર્ય પ્રકાશે ત્યાં અંધકાર ન રહે અને સિંહ જ્યાં ક્રીડા કરે ત્યાં હાથી ફરકે નહિ. આ પૈકી પહેલી બાબત કલ્યાણમન્દિર સ્તોત્રના આઠમા પદ્યમાં જોવાય છે. ચતુર્થ સ્તવનમાં ભક્તિને દૂતિકા અને અનુભવને મિત્ર કહ્યાં છે. પાંચમા સ્તવનમાં કહ્યું છે કે જેમ સૂર્ય અને કમળ એકબીજાથી ઘણા દૂર હોવા છતાં કમળ વિકસે છે અને ચકોર અમૃતનું પાન કરવા ગગનમાં રહેલા ચન્દ્ર સામે ધરે છે તેમ પ્રભુ દૂર હોવા છતાં મારું મન હે પ્રભુ! તારી સાથે મળ્યું છે. છઠ્ઠા સ્તવનમાં સમ્યકત્વને “સુખડી' કહી છે. સાતમા સ્તવનમાં એવો ઉલ્લેખ છે તારા ગુણોના ધ્યાનરૂપ નિમિત્તથી તપ, જપ અને ક્રિયા ફળે છે. આઠમું સ્તવન ઉત્કટ પ્રીતિનાં નીચે મુજબનાં અગિયાર ઉદાહરણો પૂરાં પાડે છે : મધુકર માલતી | ચાતક મેઘ | સીતા રામ કુમુદિની ચન્દ્ર | મુસાફર ઘર ધર્મી સંવર હોથી નર્મદા નદી) હંસ માનસરોવર | વેપારી પૈસો કમળા ગોવિન્દ | ઇન્દ્ર “નન્દનવન આ પૈકી ઘણાંખરાં ઉદાહરણો “નવનિધાન નવ સ્તવનો"માંના સુપાર્શ્વનાથના સ્તવનમાં જોવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org