________________ પ યશોદોહનઃ ખંડ-૨ ગણશે તે હૃદયંગમ રીતે દર્શાવાયું છેઃ સેવક સેવ્ય | સેવક સેવ્યા ચકોર ચન્દ્ર | ખગપતિ ગોવિન્દ (કૃષ્ણ) ચક્રવાક મોર ગજિત ઘન મધુકર અરવિન્દ | સુરસરિતા સાગર પાંચમી (છેલ્લી કડીમાં “દૂર કરો દાદા પાસજી" એવો ઉલ્લેખ છે. એ ઉપરથી આ સ્તવન દાદા-પાર્શ્વનાથનું હશે એમ લાગે છે. આઠમા પદનો રાગ બિલાઉલ” છે. દાદા (જી પાર્શ્વનાથનું સ્તવન (પદ 2) - આ ચાર કડીની હિન્દી કૃતિ છે. એમાં પહેલી કડીમાં “દાદા પાસજી સુખદાઈ” એમ જે કહ્યું છે તેથી શું દાદાપાર્શ્વનાથ સૂચિત છે? પાર્શ્વનાથના ગુણોત્કીર્તનરૂપે કર્તાએ કહ્યું છે કે કિંકરને શંકર બનાવે અને પોતાનું ઐશ્વર્ય આપે એવા તમે છો. ત્યાર બાદ પ્રભુના ધ્યાનનો મહિમા વર્ણવાયો છે. પ્રભુની સેવા સુરત અને ચિન્તામણિ કરતાં ચડિયાતી છે એમ અહીં કહ્યું છે. અંતમાં નવ નિધિનો ઉલ્લેખ છે. આ ચોવીસમું પદ “નટ' રાગમાં છે. શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન પદ 30) - આ છ કડીની હિન્દી કૃતિ છે. કતએ “શંખેશ્વર પાર્શ્વનાથને પોતાના અદ્વિતીય સ્વામી કહ્યા છે. જેમ કમળ ઉપર ભ્રમર હેત ધરાવે છે તેમ હું તારો રસિયો છું એમ કહી પ્રભુના નામનો પ્રભાવ કર્તાએ વર્ણવ્યો છે. જેમ અરણી ઘસવાથી અગ્નિ પ્રકટે છે તેમ દુર્જન ક્રોધરૂપ અગ્નિ ઉત્પન્ન કરે છે અને એને શાંત કરવા તારા નામરૂપ જળ સમર્થ છે એમ કર્તાએ કહ્યું છે. વિશેષમાં પ્રભુની ભક્તિ કરનારને કશો ભય નહિ એવો અહીં ઉલ્લેખ છે. અંતિમ કડી આલંકારિક હોઈ નીચે મુજબ રજૂ કરું છું : મન-નયન-સુધાર-ટુર્નર રવિ માને / तुज मूरति निरखे सो पावे सुख जस लील घनी // 6 // " આ ત્રીસમા પદનો રાગ “શ્રીરાગ” છે. સૂરતિમંડન પાર્શ્વનાથનું સ્તવન (પદ 66) - આ ચૌદ કડીની ગુજરાતી કૃતિ છે. એ દ્વારા કર્તાએ અહીંના (સુરતના) પાર્શ્વનાથને વિજ્ઞપ્તિ કરી છે. ધનથી 1. આ સ્તવન “મારી દશા"ના નામથી ગૂ. સા. સં. વિ. 1, પૃ. ૧૦૦-૧૦૧)માં છપાયું 2. આ કૃતિનું નામ “મુક્તિદાનની યાચના” રખાયું છે. એ ઉપર્યુક્ત પુસ્તકમાં પૃષ્ઠ 101 ૧૦રમાં કર્તાના પોતાના હાથની નકલ ઉપરથી છપાવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org