________________
98
મહાદુષ્કર છે એમ જાણવા છતાં મેં એ તૈયાર કરવા હામ ભીડી, કેમકે આ દિશામાં મેં થોડુંક પણ કાર્ય કર્યું હતું.
યોજના – મારે કઈ પદ્ધતિએ આ પુસ્તક તૈયાર કરવું તેની ગડમથલ મારા મનમાં તા. ૭-૭-૫૬ને રોજ કરાર થયા બાદ થવા લાગી. મને નીચે મુજબનો પ્રશ્ન ફુર્યો:
ન્યાયાચાર્યે સંસ્કૃત, પાઈય (પ્રાકૃત), ગુજરાતી કેટલીક વાર મારવાડીની છાંટવાળી) અને 'હિન્દી એમ ચચ્ચાર ભાષામાં વિવિધ વિષયની કૃતિઓ રચી છે. તો શું મારે એમની કૃતિઓના ભાષાદીઠ ચાર વર્ગ પાડવા કે ભાષાની બાબતને ગૌણ ગણી વિષયદીઠ કૃતિઓનો સળંગ પરિચય આપવો ?
બીજો વિકલ્પ સ્વીકારું તો એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભાષાઓ માટે કયો ક્રમ રાખવો? શું સંસ્કૃત કૃતિઓને સ્થાન આપ્યા બાદ પાઇય, ગુજરાતી અને હિન્દી એ ક્રમે કૃતિઓ વિચારવી?
વિષયો માટે કયો ક્રમ રાખવો એ પ્રશ્ન પણ ઉપસ્થિત થયો. સાર્વજનીન અર્થાત્ અસાંપ્રદાયિક યાને લાક્ષણિક સાહિત્યને પ્રથમ સ્થાન આપવું કે ધાર્મિક સાહિત્યને ?
આ બધા પ્રશ્નોનો તોડ મેં એવો કાઢ્યો કે ભાષાની બાબતને ગૌણ ગણી લાક્ષણિક સાહિત્યને પ્રથમ સ્થાન આપી સંસ્કૃત, પાઈય, ગુજરાતી અને હિન્દી એમ ભાષાના ક્રમે મારે આ પુસ્તક તૈયાર કરવું.
ધાર્મિક સાહિત્યને મેં ત્રણ વર્ગમાં વિભક્ત કર્યું છે : (૧) લલિત સાહિત્ય, (૨) દાર્શનિક સાહિત્ય અને (૩) પ્રકીર્ણક કિંવા અવશિષ્ટ સાહિત્ય, લલિત સાહિત્યમાં દાર્શનિક સાહિત્યની અપેક્ષાએ સાંપ્રદાયિકતાની માત્રા ઓછી હોવાથી મેં એ સાહિત્યને પ્રથમ સ્થાન આપ્યું છે અને એ જ વિવફા અનુસાર મેં આ લલિત સાહિત્યમાં સ્તુતિ – સ્તોત્રાદિરૂપ ભક્તિ-સાહિત્યને સૌથી અગ્રસ્થાન આપી ત્યાર બાદ એ લલિત સાહિત્યના બાકીના નિમ્નલિખિત બે પેટાવર્ગની વાત હાથ ધરી છે
——
૧. આ ભાષાનો ઉલ્લેખ ન કરતાં “બનારસીદાસને ઉત્તર આપતાં વ્રજભાષામાં તેમ કર્યું
હોવાનું પં. શ્રીધુરંધરવિજયગણિએ પોતાના લેખ પૃ. ૨૯)માં કહ્યું છે અને પૃ. ૨૯-૩૦માં એવો નિર્દેશ કર્યો છે કે “પદ્યમાં સ્થળે સ્થળે રાજસ્થાની ભાષાની ઝલક આવે છે.” એમનો ઉપર્યુક્ત લેખ ન્યા. ય મૃ.માં “પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજના ગ્રન્થોનું અધ્યયન'ના નામથી છપાયો છે. ૨. આ બાબત મેં જૈનાચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી આગળ રજૂ કરી એમનો મત પૂછડ્યો
તો મેં કરેલા નિર્ણય સાથે એઓ સંમત થતા જણાયા અને એથી મને આનંદ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org