________________
ભક્તિસાહિત્ય
અહીં ઉલ્લેખ છે.
કર્તાએ કીર્તિને વેલ, પોતાના ચિત્તને વૃક્ષ, ભક્તિ અને રાગને પલ્લવ અને સમ્યકત્વને પુષ્પ અને (ઉમેરાયેલી પંક્તિ અનુસાર) મુક્તિના સુખને ફળ કહ્યાં છે. પ્રભુની વાણીની મીઠાશ સાકર, દ્રાક્ષ અને અમૃતથી ચડિયાતી કહી છે.
રાજનગરમંડન મહાવીરસ્વામીનું સ્તવન - આ ગુજરાતી સ્તવન બાર કડીમાં રચાયેલું છે. એ દ્વારા ત્રિશલા-નન્દન મહાવીરસ્વામી)ને વિજ્ઞપ્તિ કરાઈ છે. એમાં મોહે પોતાને કેવો સતાવ્યો તે વર્ણવી એ દૂર કરવા કર્તાએ પ્રભુને પ્રાર્થના કરી છે. હું પોતે નિર્ગુણ છું પણ સગુણ પ્રભુની સંગતિથી ગુણવાળો બનીશ એમ કહી કર્તાએ એના સમર્થનાર્થે નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે:
હુએ ચંદન પર સંગથી, લિંબાદિક ચંદન માન રે. સુણ-૫”
હું પોતે હે પ્રભુ! તારી આજ્ઞા પાળતો નથી એટલે પતિત છું, પણ તારું નામ પતિતપાવન" છે એથી તારે મને તારવો જોઈએ અને એમાં તને કંઈ ખર્ચ નહિ આવે. આમ આઠમી કડીમાં કહ્યું છે.
નવમી કડીમાં સમકિત (સમ્યકત્વ)ને “સુખડી” કહી છે."
ચિત્તામણિ પત્થર હોવા છતાં એની આરાધના કરવાથી વાંછિત ફળે એમ ૧૧મી કડીમાં કહ્યું છે. - આમ અહીં જે “રાજનગરના શણગાર રૂપ મહાવીર સ્વામીનાં ત્રણ સ્તવન યશોવિજયગણિએ રચ્યાં છે તે અમદાવાદના કયા જિનમંદિરની કઈ પ્રતિમાને ઉદ્દેશીને છે તે જાણવું બાકી રહે છે.
વર્ધમાન-જિન-સ્તવન – આ સાત કડીનું ગુજરાતી સ્તવન છે. એનો પ્રારંભ સરસ્વતીને અને પોતાના ગુરુને પ્રણામ કરી કર્તાએ કર્યો છે. વર્ધમાનને અર્થાત્ મહાવીરને સ્વામી તેમ જ સોભાગી, વૈરાગી અને અરૂપી જિન કહી એનાં ચરણ ગ્રહણ કરવાનું – એનું શરણ લેવાનું કર્તાએ કહ્યું છે. હે વર્ધમાન ! તે ભારેકર્મીને ઉગાર્યા છે તો મને કેમ નહિ? એમ કર્તાએ એ જિનેશ્વરને પૂછ્યું છે. કોઈ તીર્થના પ્રભાવે પત્થર જળમાં તરે તેમ હું તરીશ એમ કર્તાએ કહ્યું છે. વર્ધમાન ! તારું નામ તરણતારણ છે, જ્યારે હું તારો સેવક છું એટલે હું બીજાની યાચના નહિ કરું. આમ વિજ્ઞપ્તિ કરવાથી જિનેશ્વર તુષ્ટ થયા એમ કર્તાએ કહ્યું છે. સમ્યકત્વ
૧. સરખાવો સમકિત-સુખલડીની સઝાય. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org