________________
યશોદોહનઃ ખંડ-૨
૨૫
કાવ્યપ્રકાશની ટીકા – મમ્મટે કાવ્યપ્રકાશ નામની કૃતિ દસ ઉલ્લાસોમાં ૧૪૩ કારિકાઓમાં રચી છે. એમણે જ એને વૃત્તિથી વિભૂષિત કરી છે, એમ વિશ્વનાથનું માનવું છે. આના ઉપર અનેક ટીકાઓ રચાઈ છે. તેમાંની સંકેત વગેરે જૈન ચકાઓ છે. આ કાવ્યપ્રકાશ ઉપર યશોવિજયજીગણિએ વૃત્તિ રચી છે અને એની એક હાથપોથીમાં એનો થોડોક ભાગ બીજા અને ત્રીજા ઉલ્લાસને લગતો મળી આવ્યો છે. એમાં એમણે કેટલાકના મત દર્શાવી પોતાનો અભિપ્રાય પણ જણાવ્યો છે.
યશોવિજયજીગણિએ કાવ્યપ્રકાશનો અભ્યાસ કર્યો હતો એ વાત આ કૃતિનો એમણે પોતાના કેટલાક ગ્રન્થોમાં ઉપયોગ કર્યો છે એ ઉપરથી ફલિત થાય છે. દા. ત. ગુરુતત્તવિણિચ્છની નિમ્ન લિખિત ૮૩મી ગાથાની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૧૫ર આ)માં એમણે કહ્યું છે કે
"तददोषी शब्दार्थी' इत्यत्र काव्यप्रकाशे" “जह उक्किट्ठगुणेणं कव्वम्मि अदुट्ठया ण हु सहावा । तह छडमत्थो णेओ चरणददत्ता अपासत्थो ॥८३॥"
આના પૂર્વાર્ધને અંગેની વૃત્તિમાં કહ્યું છે કે – ઉત્કૃષ્ટ ગુણવાળા – વિશિષ્ટ વક્તા વડે કાવ્યમાં – સામાજિક પ્રતિભાને વિષે દોષના તિરોધાનથી અદુષ્ટતા છે, નહિ કે સ્વભાવથી. કેમકે સમસ્ત દોષો દૂર કરવાનું કાર્ય તો બૃહસ્પતિ માટે પણ અશક્ય છે. અંતે અવિકૃષ્ટવિધેયાંશનો સંભવ છે અને કંઈક દોષના અભાવનો અતિપ્રસંગ છે.
અલંકારચૂડામણિની વૃત્તિ – (ઉ. વિ. સં. ૧૭૧૦) યશોવિજયજીગણિએ પ્રતિમાશતક (શ્લો. ૯)ની સ્વોપજ્ઞ ટીકા (પત્ર ૩૦)માં નીચે મુજબ ઉલ્લેખ કર્યો
“
પ્રશ્વત વતત્તરqકામવૃત્તાવામિ.” ૧. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૮૨૮૮) અજૈન ટીકાઓ માટે જુઓ History
of Sanskrit Poetics તેમજ મહામહોપાધ્યાય કાણેનું સાહિત્યદર્પણ (પરિ. ૧, ૨ ને
૧૦)નું સંપાદન. ૨. આની નોંધ મેં “Illustrations of Letter diagrams” નામના મારા લેખના લેખાંક
૨, પૃ. ૧૨૯માં લીધી છે અને એ લેખાંક મુંબઈ વિદ્યાપીઠના ઈ. સ. ૧૯૫૫ના સામયિક SUB. Arts No ૩૦)માં પ્રકાશિત થયો છે. જૈ. સં. સા. ઈ. ખંડ ૧, પૃ. ૨૮૮ અને
૩૧૪)માં પણ મેં આ ટકા વિષે નિર્દેશ કર્યો છે. ૩. આની એક હાથપોથી યશોવિજયજીગણિના હાથે લખાયેલી મળે છે. એના પરિચય માટે
જુઓ જૈ. સં. સા. ઈ. ખંડ ૧, પૃ. ૨૨૧). Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org