________________
સત્કાર અને સ્વર્ગવાસ ઉપાધ્યાયજી તેઓને પોતાની કૃતિઓ ભેટ આપે છે ત્યારે તે કોઈ યોગ્ય અને ખાસ કરીને વિદ્યારસિક હોઈ ઉપાધ્યાયજીના પ્રીતિપાત્ર તો હોવી જ જોઈએ.
કોને કોને હાથપોથીઓ ભેટ અપાઈ છે અને એ આપનાર કોણ છે? તેમજ એ બાબત કેવો ઉલ્લેખ થયો છે એની સંપૂર્ણ સૂચિ તો તૈયાર કરવી મુશ્કેલ છે, પરંતુ અંશત આ કાર્ય મેં કર્યું છે. જુઓ D C = C M (vol. XVII, Pt. 5, p 212-213)
સ્વર્ગવાસ – વિ. સં. ૧૭૪૩માં યશોવિજયજી ડભોઈમાં ચાતુર્માસાર્થે રહ્યા, અને ત્યાં જ કાલાંતરે અનશન કરી એઓ સ્વર્ગે સિધાવ્યા. એમની એક પાદુકા ઉપર વિ. સં. ૧૭૪પના માગસર સુદ અગિયારસનો ઉલ્લેખ છે. એ ઉપરથી એવો વિ. સં. ૧૭૪૩ અને ૧૭૪પના કાર્તિક માસની વચ્ચેના ગાળામાં કાળધર્મ પામ્યા હશે એમ અનુમનાય છે. જો એઓ વિ. સં. ૧૭૪૩માં સ્વર્ગે ગયા હોય તો વિ. સં. ૧૭૪૪માં એમણે સુરતમાં ચાતુર્માસ કર્યાનું કેટલાક એમની બે સઝાય ગત યુગ યુગ મુનિ વિધુ વર્ષના ઉલ્લેખ ઉપરથી માને છે તે વાત સંભવી શકે નહિ. જો આ વર્ષથી ૧૭૪૨ મનાય તો વાંધો આવે નહિ, પરંતુ શું કોઈ ગ્રન્થકાર એક જ વાક્યમાં શબ્દાંકથી વર્ષ સૂચવતી વેળા અનેકાર્થી શબ્દ વાપરી બે સ્થળે બે ભિન્ન ભિન્ન અર્થ કરે ખરા? આથી ઉપર્યુક્ત બે સઝાયની રચના માટે ૧૭૨૪ અને ૧૭૪૨ પૈકી એકે વર્ષ યોગ્ય જણાતું નથી. આથી કાં તો એ રચના ૧૭૨૨ની કે કાં તો ૧૭૪૪ની ગણાવી જોઈએ. જેમને વિ. સં. ૧૭૪૩નું વર્ષ સ્વર્ગવાસ તરીકે અભિપ્રેત હોય તેઓ તો ૧૭૨૨ જ માની શકે, આ પરિસ્થિતિમાં મોડામાં મોડો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૪પના લગભગ પ્રારંભમાં થયાનું માનવા લલચાઉં છું.
જ્ઞાનભંડાર – યશોવિજયજીગણિનો ચિત્કોશ યાને “જ્ઞાનભંડાર હતો એમ અમદાવાદના દેવશાના પાડાના ભંડારની અલંકાર ચૂડામણિ, ઉણાદિગણવિવરણ વગેરેની હાથપોથીના અંતમાના નિમ્નલિખિત ઉલ્લેખો ઉપરથી જાણી શકાય છે –
“संवत १७४५ वर्षे चैत्र शुदि ५ श्रीयशोविजयजीगणिचित्कोशे इयं प्रति: पं. श्रीमानविजयगणिना निजगुरूणां चित्कोशे मुक्ता पुण्यार्थम् ॥"
સૂપ – ડભોઈમાં જે સ્થળે યશોવિજયજીગણિનો અગ્નિસંસ્કાર કરાયો તે
૧. પ્રતિક્રમણ હેતુગર્ભિત સઝાય અને અગિયાર અંગની સઝાય. ૨, આ જ્ઞાનભંડારનો હજી સુધી પત્તો લાગ્યો નથી. યશોવિજયજીએ જાતે લખેલી કેટલીક
હાથપોથીઓ અન્યાન્યસ્થળના ભંડારમાં આજે મળે છે. એટલો એમનો ભંડાર છિન્નભિન્ન કરાયો હોય એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org