SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં અજોડ શ્રી સમવસરણ મહામંદિર શ્રી સમવસરણ મહામંદિર જોનારને પ્રથમ નજરે જ જાણે આકાશમાંથી ઊતરી આવ્યું હોય તેવું લાગે છે. જેમાં શ્રી પાર્થનાથજી ૧૦૮, તીર્થ પટ્ટી ૧૦૮ અને ચિત્રો પણ ૧૦૮ છે. તેની ઊંચાઈ પણ ૧૦૮ ફૂટની રાખી છે. મા મંદિરમાં પ્રવેશતાં શ્રી નેમિ-વિજ્ઞાન કસ્તૂરસૂરીશ્વરજી ધર્મોદ્યાન આવે છે. સુંદર કારીગરીથી શોભતું આકર્ષક આ પ્રવેશદ્વાર દૂરથી જ યાત્રાળુના મનને મોહી લે છે. તેની બન્ને બાજુ નીકળતી પથ્થરમાંથી કંડારેલ ચક્રોની ચક્રાવલિ અને તેની ઉપર પથ્થરમાં જ અંક્તિ અક્ષરોની અદ્ભુતતા હારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. દ્વારની અંદરના ભાગમાં એક તરફ પરબ અને બીજી બાજુ વિશ્રાંતિગૃહનું સુંદર આયોજન વિચારેલ છે. હાલ યાત્રિકો માટે ઠંડા અને ઉકાળેલા પાણીની પરબ પણ રાખેલી છે. લીલા-ગુલાબી કમળોની પંક્તિ સમવસરણની આસપાસ પથરાયેલ કમળો જેવી લાગે છે. મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ જમણા હાથે એક અજોડ અને અદ્વિતીય મંદિરનાં દર્શન થાય છે. ત્રણ ગઢ રૂપે તેની રચના થઈ છે. શાસ્ત્રીય રીતે તૈયાર કરેલ ચારે દિશાના બાર દરવાજા, સુંદર કમાનો, દ્વારપાળો, બારે પર્ષદા, ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ નજરે ચઢયા વગર રહેતાં નથી અને તેથી જ આજે શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિર વિશ્વમાં એની ભવ્યતા, પવિત્રતા અને મહત્તાથી ખ્યાતનામ બન્યું છે. અહીં માત્ર જિનાલય જ નહિ પરંતુ જૈન ખગોળ, ભુગોળ અને જૈન ઇતિાસની માર્મિક ઝાંખી થતી હોવાથી જ આને મહામંદિર કહેવામાં આવે છે. પ્રભુદર્શનથી મન પાવન બને છે મુખ્ય દ્વારના ઉંબરમાં પગ મૂકતાં જ ક્યાં પહેલા દર્શન કરવા જવું ? તે વિચારમાં મુગ્ધ બનેલ (મુંઝાતો) ભાવિક શ્રી આદિનાથદાદાની ભવ્યમૂર્તિના દર્શનથી તે ત૨ફ જતી જાજવલ્યમાન આરસની પગથાર દ્વારા અંદ૨ના દરવાજે પહોંચી જાય છે અને પહોંચતા જ આંખ ઠરી જાય છે. અહો કેટલો વિશાળ ડોમ ! તેમજ નાંખી નજરે નીરખી ન શકાય એટલો ઊંચો માણેક સ્તંભ. આ મહામંદિરની વિશ્વભરમાં સૌથી મોટી એ જ વિશિષ્ટતા છે કે ૪૨ ફૂટ ઊંચો અને ૭૦ ફૂટ પહોળો ગોળ ઘુમ્મટ (ડોમ) પથ્થરથી જ તૈયાર થયેલ છે. વીંટી જેવા આ વર્તુળાકારમાં ૪૨ ફૂટ ઊંચો અને ૧૬ ફૂટ પોળો અષ્ટમંગલથી તેમજ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માત્રકસ્થંભ રત્નની જેમ દીપી ઉઠે છે. માણેકસ્તંભની ચારે દિશામાં વર્તમાન ચોવીસ તીર્થંકરીની ભાવોલ્લાસ જગાડતી ૨૪ મૂર્તિઓ બિરાજમાન છે. આ ચોવીસમાંથી ચારે બાજુના મૂળનાયક તીર્થંકર શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાથની ૪૧-૪૧ ઇંચની આધ્યાત્મિક ચેતનાને સજાગ કરતી પ્રતિમાઓ સુંદર પવાસા ઉપર બિરાજમાન છે. તેમજ ડોમની ગોળાઈમાં ચારે દિશામાં કુલ ૨૭-૨૭ના વિભાગમાં, જુદાં જુદાં નામોથી વર્તમાનમાં પ્રસિદ્ધ કુલ ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ થાંભલા વિનાની, ઝૂલતી ક્રમાનો ઉપર રહેલ ધુમ્મટવાળી જુદીજુદી મીની (નાનીશી) દેવકુલિકામાં પ્રતિષ્ઠિત કરેલ છે. દરેક પ્રભુની પલાઠીમાં શ્રી સમવસરણ મંદિરના પ્રતીક સહિત લાંછનો કળામયતાથી કોતરવામાં આવેલ છે. આ રીતે એકી સાથે થતા ૨૪+૧૦૮ = ૧૩૨ પ્રભુના દર્શનથી જીવન-મન પાવન બની જાય છે. આ છે મહામંદિરનું આંતરદર્શન પ્રભુદર્શનથી પાવન પથિક પ્રાણપ્યારાં એવા ઐતિહાસિક તીર્થોનાં દર્શન કરવા બહાર આવે છે. જ્યાં સામેની ગોળાઈમાં ૨૭-૨૭ના ૪ વિભાગમાં ભારતભરનાં ૧૦૮ તીર્થનાં જિનાલયો, તેના મૂળનાયક ભગવાન, તેનો ઇતિહાસ અને પરિચય સાથે, જે તે તીર્થોમાં જઈને લીધેલી આબેહૂબ તસ્વીરો આધુનિક લેમિનેશન પદ્ધતિથી આરસ પર મૂકવામાં આવેલ છે. શ્રી ગિરિરાજથી શરૂ કરી રાજ્યવાર ગોઠવેલ ૧૦૮ તીર્થપટ્ટોના દર્શનથી દર્શક જાણે તે તીર્થોની યાત્રા કર્યાનો સંતોષ અનુભવે છે. તે તીર્થપટ્ટાની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રીવીરના સમયથી આજદિન સુધીમાં થયેલાં, ધર્મ-સંઘ-દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમર્પણ કરનાર પુષ્પવંત એવા ૨૭ સાધુ, ૨૭ સાધ્વી, ૨૭ શ્રાવક અને ૨૭ શ્રાવિકાનાં ચિત્રો પણ આરસ ઉપર લેમિનેશન કરી મૂકવામાં આવ્યાં છે. અત્યારે પણ ઇતિહાસનાં પાનાં ઉકેલતાં જાણવા મળેલ ઐતિહાસિક હકીકતો દ્વારા આ ચિત્રો જે રીતે બેનમૂન તૈયાર કરેલાં છે, તે જોતાં લાગે છે કે આ ચિત્રપટ્ટો લાગવાથી આ મહામંદિરની દર્શનીયતા ઐતિહાસિકતાનો ઘણો જ વધારો થયો છે અને સાથે સાથે જૈન ઇતિહાસમાં એક સુવર્ણપૃષ્ઠનો ઉમેરો થયો છે. મહામંદિરમાં શિલ્પની સાથે સાહિત્યનું ગઠન સમવસરણ મંદિરના અંદરના ચારે દરવાજા ઉપર તીર્થંકર પ્રભુના ચાર વિશિષ્ટ વિશેષણોને દર્શાવતા - (૧) મહામાહણ ; (૨) મહાગોપ ; (૩) મહાસાર્થવાહ ; (૪) મહાનિયમિકનાં દશ્યો કલાત્મક રીતે કંડાર્યા છે. વળી ચારે દિશાના ચાર મુખ્ય દરવાજાની આજુબાજુના બે-બે બ્લૉક (રૂમ) કુલ આઠ બ્લૉક સુંદર નકશીકામનાં કારોથી શણગાર્યા છે. પહેલા બીજા દ્વારમાં ૧૬ વિદ્યાદેવીના, ત્રીજા દ્વારમાં શુભ શુકન, ચોથા દ્વારમાં ચાર શરણ, ચાર સાધન અને ચાર પ્રકારનાં દાનના ; પાંચમા-છઠ્ઠા દ્વારમાં નવકાર-જપંજરની વિવિધ મુદ્રાના અને નવકારના પર્દાનાં પ્રતીકો, સાતમા દ્વારમાં આઠ પ્રતિહાર્ય અને આઠમા દ્વારમાં અષ્ટમંગલનાં પ્રતીકો ઝીલવટભરી દષ્ટિએ જોતાં નરે ચઢે છે. આઠ બ્લોકમાં પહેલામાં હમણાં વહીવટી ઓફિસ છે, બીજામાં ગુરુગણ પ્રદર્શિત કરનું ભવ્ય ગુરુમંદિર - શ્રી ગૌતમ સ્વામી, પૂજ્ય શાસનસમ્રાટ, પૂજ્ય શ્રી વિજ્ઞાનસૂરિજી મ.સા., પૂજ્ય ધર્મરાજા ગુરુદેવની ગુરુ પ્રતિમા તથા મા ચક્કસરી ને મા પદ્માવતીની મૂર્તિઓથી દીપે છે. જ્યારે બાકીના બીજા બ્લૉકમાં અતીત, અનાગત ને વર્તમાન ચોવીશીનો ખ્યાલ પણ આપવામાં આવશે. શાશ્વતા તીર્થંકરોના પરિચય ચિત્રોની સાથે ૬૩ શલાકા પુરુષ, ૪૫ આગમની પાંચ વાચના, અઢી દ્વીપ, ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ-પાંચમા-છઠ્ઠા આરાની તેમજ શ્રી વીરપાટ પરંપરાની સમજ આપતાં ચિત્રો વગેરે મૂકવામાં આવશે. Jain Education International 6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004559
Book Title108 Jain Tirth Darshanawali
Original Sutra AuthorN/A
Author108 Jain Tirth Bhavan Trust
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1995
Total Pages252
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Tirth
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy