________________
24. SHRI BHILADIYAJI TIRTHA (SHRI BHILADIYA PARSHVANATH BHAGAVAN)
Bhiladiyaji tirtha is situated at a distance of 40 kms. from Bhiladi town in the Deesa Taluka of Banaskantha district. In this tirtha we have an idol of MULANAYAKA Shri Bhiladia Parshvanath Bhagavan; the idol is of black complexion, 53 cms. in height and in Padmasana posture. It is believed that this town, the Jina temple and the idol therein are very old. It is believed that the idol of Shri Bhiladia Parshvanath Bhagavan was ceremoniously installed at the auspicious hands of revered Shri Kapila Kevali. According to one ancedote, the idol of Shri MULANAYAKAJI was ceremoniously installed by King Samprati. One story runs thus. Shri Shrenikakumar had married a beautiful, youthful Bhil girl and he established this town after her name. In this town then there were so many temples with high peaks; there were wells and step-wells also. In the Jain Scriptures this tirtha was known in the ancient days as Bhimapalli. We also get a reference to the effect that in V.S. 1218, Shri Jinachandrasuriji had given the initiation into monkhood to Shri Jinapatisuriji in this very Jina temple. We also get references which state that in V.S. 1317, Oswal Shreshthi Shri Bhuvanpal Shah got this temple repaired and renovated. The town got demolised because of muslim invasions. Later, in V.S. 1872, Shri Dharmachandra Kamdar inspired the resettlement of this town in the vicinity of the ancient temple. The temple was in a dilapidated state and encircled by a jungle. But in V.S. 1936, the Shravakas of Bhiladi town got it repaired and renovated. The last renovation took place in V.S. 2027 and on the sacred day of the tenth of the bright half of the month of Jeth, the ceremonious installation took place at the auspicious hands of Acharya Shri Bhadrasurishvaraji. This temple, with its three peaks and two storeys and its very much impressive idol has become a source of solace and faith to so many devotees and pilgrims.
૨૪. શ્રી ભીલડિયાજી તીર્થ (શ્રીભીલડિયા પાર્શ્વનાથ ભગવાન) બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામના રેલવે સ્ટેશનથી ૪૦ કિ.મી. દૂર શ્રીભીલડિયાજી તીર્થ આવેલું છે. આ તીર્થમાં મૂળનાયક શ્રીભીલડિયા પાર્શ્વનાથ ભગવાનની શ્યામ વર્ણની ૫૩ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા મળે છે. આ ગામ અને આ જિનમંદિર તેમ જ પ્રભુપ્રતિમા અતિ પ્રાચીન હોવાનું મનાય છે. પૂજય શ્રી કપિલ કેવલીના સુહસ્તે શ્રીભીલડિયા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી પ્રતિષ્ઠિત થઇ હતી એમ મનાય છે. એક કિંવદંતી પ્રમાણે સમ્મતિ રાજાને હાથે મૂળનાયકજીની પ્રતિમા પ્રતિષ્ઠિત થયેલી માનવામાં આવે છે. દંતકથા એવી છે કે શ્રી શ્રેણિક કુમારે એક રૂપવતી ભીલ કન્યા સાથે લગ્ન કર્યું અને તેના નામ પરથી આ નગર વસાવ્યું. એ સમયે આ નગરમાં ઘણાં શિખરબંધી મંદિરો વાવ- કૂવા વગેરે હતાં. જૈન શાસ્ત્રો મુજબ આનું પ્રાચીન નામ ભીમપલ્લી હોવાનો ઉલ્લેખ મળે છે. વિ. સં. ૧૨૧૮ માં ભીમપલ્લીપુર જિનાલયમાં શ્રી જિનચંદ્રસૂરિજીએ શ્રી જિનપતિસૂરિજીને દીક્ષા આપી હતી એવો ઉલ્લેખ છે. વિ. સં. ૧૩૧૭માં ઓશવાલ શ્રેષ્ઠી શ્રી ભુવનપાળ શાહ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. મુસ્લિમ આક્રમણોને કારણે આ નગરનો નાશ થયા બાદ વિ. સં. ૧૮૭૨ માં શ્રી ધરમચંદ્ર કામદારની પ્રેરણાથી આ પ્રાચીન મંદિર પાસે ભીલડિયા ગામ ફરી વસ્યું. એ સમયે મંદિર જીર્ણ અવસ્થામાં હતું અને આસપાસ જંગલ હતું, પરંતુ ભીલડીના શ્રાવકોએ વિ. સં. ૧૯૩૬ માં આનો જીર્ણોદ્ધાર કર્યો. છેલ્લો જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૧૭માં થયા બાદ જેઠ સુદ દસમના શુભ દિવસે આ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.ના સુહસ્તે તેની પ્રતિષ્ઠા થઇ. ત્રણ શિખર અને બે માળથી યુકત એવું પ્રભાવશાળી પ્રતિમા ધરાવનાર આ મંદિર અને કનું શ્રદ્ધાસ્થાન બન્યું છે.
તીર્થનંદના- ૨૪
(૩) વોરા હસમુખભાઈ જયંતીલાલ - ઉદ્યોતયશાશ્રીજીના ઉપ.થી (૧) વોરા હીરાબહેન જયંતીલાલ નરશીદાસના ચાતુર્માસ નિમિત્તે (૪) વોરા હર્ષોલ હસમુખભાઈ તરૂણયશાશ્રીજીના ઉપદેશથી (૨) વોરા અરૂણાબહેનહસમુખભાઈનાની ગોદના પારણા નિમિત્તે (૫) વોરાચાર્મી હસમુખભાઈ મુનિ જીનેશચંદ્ર વિ.ના ઉપદેશથી
61 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org