________________
13. SHRI GIRNAR TIRTHA (SHRI NEMINATH BHAGAVAN)
The Girnar mountain in the neighberhood of Junagadh in Saurashtra is referred to as Ujjayantagirior Raivatagiri in the Scriptures. This is considered to be Neminath mountain or fifth peak of the Shatrunjay mountain. There are references to so many Chakravartis, monarchs and Shresthis going on pilgrimage to and around the Raivata mountain, from the time of the first trithankara to the time of the last tirthankara. In this tirtha we have an idol of Shri Neminath Bhagavan; it is black in complexion, 140 cms. in height and in Padmasana posture. The peaks of this lofty mountain have grown sacred and blessed because of the religious ceremony of initiation to munihood, acquirement of absolute knowledge and attainment to Nirvana-emancipation of Shri Nemingtha being performed at the same spot. The peaks touching the skies fill to the brim the hearts of devotees with sacred feelings. It is said that this idol of Neminath Bhagavan was brought to shape by the Indra of the fifth divine world on the sermonizing rendered by the tirthankara of the last group of twenty four. It is also believed that this idol remained in the world of Indra till the time of Neminath Bhagavan and then was installed in the home-temple of Shri Krishna. When the city of Dwarka was consumed to ashes, Goddess Ambika kept it well protected. Being delighted by the severe austerities of Ratnashah, goddess Ambika handed over this idol to him and it was ceremoniously installed once more. There are references to the reparation and renovation of this tirtha by Ratnashah and Ajitshah in the sixth century and by Vastupal and Tejpal as also Sajjanshah, a minister of Siddharaj in the twelfth century. We also get references to renovation by so many kings, ministers and Shreshthis. We come across two other Shvetambara temples. The art and architecture of the peaks of the temples, ceilings and pillars is simply marvellous and delighting.
૧૩. શ્રી ગિરનાર તીર્થ (શ્રી નેમિનાથ ભગવાન) સૌરાષ્ટ્રના જૂનાગઢની પાસે આવેલા ગિરનાર પર્વત વિશે શાસ્ત્રોમાં ઉજજયંતગિરિ અને રૈવતગિરિ આદિ નામે ઉલ્લેખ મળે છે. આને નેમિનાથ પર્વત અથવા તો શત્રુંજયગિરિની પાંચમી ટૂંક પણ ગણવામાં આવે છે. પ્રથમ તીર્થ કરના સમયથી ચરમ તીર્થ કર સુધીના સમયમાં અનેક ચક્રવર્તીઓ, રાજાઓ અને શ્રેષ્ઠીઓએ રૈવતાચલની યાત્રા કર્યાના ઉલ્લેખો મળે છે. એમ કહેવાય છે કે ભાવિ ચોવીસીમાં વીસ તીર્થ કરો અહીં મોક્ષ મેળવશે. આ ગિરનાર તીર્થમાં શ્રીનેમિનાથ ભગવાનની શ્યામ વર્ણની ૧૪૦ સે.મી. ઊંચી પદમાસનસ્થ પ્રતિમા છે. નેમિનાથ ભગવાનના દીક્ષા કલ્યાણ ક, કેવળ જ્ઞાનકલ્યાણક અને નિર્વાણ કલ્યાણ કથી પાવન આ ગિરિરાજનાં ગગનચુંબી શિખરો ભાવિકોના હૃદયને ભાવનાઓથી છલોછલ ભરી દે છે, નેમિનાથ ભગવાનની આ પ્રતિમા ગઇ ચોવીસીના તીર્થકર શ્રી સાગરના ઉપદેશથી પાંચમા દેવલોકના ઇન્દ્રએ ઘડાવી હતી એમ કહેવાય છે. આ પ્રતિમા ભગવાન નેમિનાથના સમય સુધી ઇન્દ્રલોકમાં રહી અને પછી શ્રીકૃષ્ણના ગૃહમંદિરમાં હતી. દ્વારકાનગરી ભસ્મ થઇ ત્યારે શ્રી અંબિકાદેવીએ આ પ્રતિમાને સુરક્ષિત રાખી. રત્નાશાહની તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલાં અંબિકાદેવીએ રત્નાશાહને આપી જેની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી. વિ. સં. ૬૦૯માં કાશ્મીરના શ્રેષ્ઠી રત્નાશાહ અને અજિતશાહે અને તે પછી બારમી સદીમાં વસ્તુપાળ-તેજપાળ તથા સિદ્ધરાજના મંત્રી સજજનશાહે આનો જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. અનેક રાજાઓ, મંત્રીઓ અને શ્રેષ્ઠીઓએ જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. અહીં બીજાં બે શ્વેતામ્બર મંદિરો પણ મળે છે. આ દરેક મંદિરના શિખર પર, છત પર અને સ્તંભો પર કરેલી શિલ્પકળા આહલાદક છે.
તીર્થનંદના - ૧૩ (૧) ભૂપતરાય ભાયચંદ પારેખ - મુંબઈ (૨) સરોજબહેન ભૂપતરાય પારેખ - મુંબઈ
(૩) કિશોર ભૂપતરાય પારેખ - મુંબઈ (૪) કેજલ કિશોરભાઈ પારેખ - મુંબઈ (૫) અંકિતા દર્શિત કિશોરભાઈ પારેખ - મુંબઈ
39
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org