________________
106. SHRI GODIJI TIRTHA (SHRI GODIJI PARSHVANATH BHAGAVAN)
This exquisitely fine temple is situated in the Payadhuni area of greater Bombay. Unique indeed is the greatness of this Jaina temple that is 178 years old and considered to be the best in the Jaina temples in Bombay. The idol of Bhagavan Parshvanath of renowned greatness is miraculous. Devotees in thousands have experience of the miracles. The flag of the temple was installed by Shri Motishah Sheth, the best amongst those who are leaders of the Jaina religious order. His contribution towards the construction of this temple was very much vital. The history of Shri Godi Parshvanath Bhagavan is full of interest. Years back the idol was brought here by Shri Meghashah through hints in a dream. After several experiences of the miracles the idol was installed in Godi village in the desert-region of Tharparkar (now in Pakistan). It is said that just because of this the idol became renowned as Godi Parshvanath; to-day it is installed in the Godiji temple. Formerly the temple was in Fort area of Bombay. But Shri Bhagavant was installed in Payadhuni in V.S. 1868 because of fire. Thereafter, on the second floor an idol of Shri Chintamani Parshvanath Bhagavan was installed and thereafter the idol of Shri Shamalia Parshvanath Bhagavan was installed in a separate temple. Thus, three birthdays are observed every year. Recently, keeping the idol of the MULANAYAKA just where it is, the whole temple is renovated with marble from Makrana. Tall pillars, gorgeous peak and dome decorate the temple as if it were a plane of Gods. The Sangha of Shri Vijayadevasuri Gaccha looks well after the administration of this Jina temple.
૧૦૬, શ્રી ગોડીજી તીર્થ (શ્રીગોડીજી પાર્શ્વનાથ ભગવાન) મહાનગર મુંબઇના પાયધુનીમાં આ ભવ્ય અને આકર્ષક જિનાલય આવેલું છે. મુંબઈનાં દેરાસરોમાં શિરોમણિ ગણાતા ૧૭૮ વર્ષ પ્રાચીન શ્રી ગોડીજી જૈન દેરાસરનો મહિમા અનોખો છે. અહીં પ્રગટ પ્રભાવક ભગવાન પાર્શ્વનાથની અત્યંત મનોહર અને ચમત્કારપૂર્ણ પ્રતિમા છે એનો હજારો ઉપાસકોએ એમના જીવનમાં અનુભવ કર્યો છે. આજથી ૧૭૮ વર્ષ પહેલાં આ દેરાસરની ધજા જૈનશાસનના સરતાજ સમા શ્રેષ્ઠીવર્ય શ્રી મોતીશા શેઠે ચડાવી હતી. એમણે આ મંદિરના નિર્માણમાં ઘણો મોટો ફાળો આપ્યો હતો. શ્રીગોડી પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે. આ પ્રતિમા વર્ષો પહેલાં સ્વપ્નસંકેતથી શ્રી મેઘાશાહ દ્વારા લાવવામાં આવી હતી. એના અનેક ચમત્કારિક અનુભવો પછી થર પાર કર ના રણપ્રદેશમાં (હાલ પાકિસ્તાનમાં) ગોડી ગામમાં પધરાવવામાં આવી હતી. એ પ્રતિમાજી ગોડી પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયા એમ કહેવાય છે. જે આજે ગોડીજી મંદિરમાં બિરાજમાન છે. પહેલાં શ્રી ગોડીજી પાર્શ્વનાથનું મંદિર કોટ વિસ્તારમાં હતું, પરંતુ ત્યાં આગ લાગવાને કારણે વિ.સં. ૧૮૬૮માં પાયધુનીમાં આ ભગવંત બિરાજમાન કરાયા છે. એ પછી બીજા માળે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની અને ત્યાર બાદ મુખ્ય મંદિરથી અલગ મંદિરમાં શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. આમ આજે ગોડીજીમાં મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ અને બીજા બે પ્રભાવશાળી પાર્શ્વનાથ ભગવાનની-એમ કુલ ત્રણ વર્ષગાંઠ ઊજવાય છે. તાજેતરમાં મૂળનાયકની પ્રતિમા ત્યાં ને ત્યાં રાખીને સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર મકરાણાનાઆરસપહાણથી કરવામાં આવ્યો છે. મોટા સ્તંભો, ભવ્ય શિખર તથા ધુમ્મટથી શોભતું આ મંદિર દેવવિમાન જેવું બન્યું છે. શ્રી વિજયદેવસૂરિગચ્છ સંઘ આ જિનાલયની સુંદર વ્યવસ્થા સંભાળી રહ્યો છે.
તીર્થવંદના-૧૦૬ (૧) દિનેશચંદ્ર બાબુલાલ શાહ ભદ્રાવળવાળા - મુંબઈ (૨) અ.સૌ. પ્રવિણાબહેન દિનેશચંદ્ર શાહ ભદ્રાવળવાળા - મુંબઈ
(૩) ભાવેશ દિનેશચંદ્ર શાહ ભદ્રાવળવાળા - મુંબઈ (૪) અ.સૌ. તુતી ભાવેશભાઈ શાહ ભદ્રાવળવાળા - મુંબઈ -1 (૫) સમીરદિનેશચંદ્ર શાહ - ભદ્રાવળવાળા - મુંબઈ
231 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org