________________
4. SHRI KADAMBAGIRI TIRTHA (SHRI ADISHVARA BHAGAVAN)
The great Shatrunjaya tirtha has five tirthas of which one is the age-old Kadambagiri tirtha. It is one of the tirthas in the 18 miles circumambulation of the Shatrunjaya mountain. It is said that the Ganadhara of the second Tirthankara, Shri Kadamba Muni attained to emancipation-NIRAVANA-along with so many munis. The mountain is known as Kadambagiri. It is known as Siddhakshetra because so many munis attained NIRVANA here.
The mula-nayaka of this Tirtha is Bhagavan Adishvara of white complexion. His idol is lofty and will certainly inspire spiritual feelings. This image, almost two meters in height, is seated in Padmasana posture. His facial expression is extremely calm and tranquil and highly inspiring. Acharya Shri Vijayanemi Surishvaraji, a master of the Scriptures has got this tirtha renovated. On this mountain, there are five lofty temples, five Meru mountains as also five ASHTAPADAS; these are very much impressive. The ancient CHARANAPADUKA of Rishabhadeva Prabhu is gloriously installed on a peak higher than even the new Jina temples; so is there the CHARANAPADUKA of Kadamba Ganadhara. This tirtha is situated at a distance of some 19 kms from Palitana in the vicinity of the village Bodanonera, in a secluded spot in the jungle. In the village in the valley there is a vast temple of Shri Viraprabhu. It is administered by the Sheth Shri Jinadas Dharamdas Religious Trust. It has the facility of lodging and boarding as also DOLI (Swinging cot). As this tirtha is looked upon only as one peak of the Shatrunjaya complex, its ancient age and importance are far great.
૪. શ્રી કદમ્બગિરિ તીર્થ (શ્રી આદીશ્વર ભગવાન) શ્રી શત્રુંજય મહાતીર્થના પંચતીર્થમાં સ્થાન પામેલ કદમ્બગિરિ તીર્થ એક અતિ પ્રાચીન તીર્થ છે. શત્રુંજય ગિરિરાજની બાર કોશની પ્રદક્ષિણામાં કદમ્બગિરિ તીર્થ ગણાય છે. આ ચોવીસીના દ્વિતીય તીર્થકરના ગણધર શ્રી કદમ્બ મુનિ અહીં અનેક મુનિઓ સહિત મોક્ષ પામ્યા હતા તેથી આ પર્વતનું નામ કદમ્બગિરિ પડયું છે. અનેક મુનિવરો પણ અહીંથી મોક્ષ પામ્યા હોવાથી આ સિદ્ધક્ષેત્ર ગણાય છે. આ તીર્થના મૂળનાયક શ્વેતવર્ષીય ભગવાન આદીશ્વર છે. એમની પ્રતિમાજી અત્યંત ભવ્ય અને આધ્યાત્મિકતા જગાડનારી છે. લગભગ બે મીટર જેટલી ઊંચાઇની આ પ્રતિમાજી પદમાસનસ્થ છે. એમની મુખાકૃતિ અત્યંત પ્રશાંત અને પ્રભાવશાળી છે. શાસનસમાટઆ. શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મ. એ આ તીર્થનો ઉદ્ધાર કર્યો હતો. આ પર્વત પર અન્ય પાંચ ભવ્ય મંદિર, પાંચ મેરુ પર્વત તેમજ અષ્ટાપદની રચના દર્શનીય છે. નૂતન જિનમંદિરોથી પણ ઉપરની ટોચે ઋષભદેવ પ્રભુની પ્રાચીન ચરણપાદુકા બિરાજમાન છે. કદમ્બ ગણધરની ચરણપાદુકા પણ બિરાજમાન છે. પાલિતાણાથી લગભગ ૧૯ કિ.મી. દૂર આવેલા બોદાનોનેરા ગામની પાસે એકાંત જંગલમાં આ તીર્થ આવેલું છે. તળેટીના આ ગામમાં શ્રી વીરપ્રભુનું વિશાળ મંદિર છે. શેઠ શ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ સંચાલિત આ તીર્થમાં ભોજન-નિવાસની સગવડ છે તેમજ ડોળીની વ્યવસ્થા પણ પ્રાપ્ત છે. શ્રી કદમ્બગિરિ તીર્થને શ્રી શત્રુંજયગિરિનું જ એક શિખર માનવામાં આવતું હોવાથી એની પ્રાચીનતા અને મહત્તા વિશેષ છે.
તીર્થનંદના - ૪
(૩) ભાવેશ કાંતિલાલ શેઠ પાલિતાણાવાળા - મુંબઈ (૧) કાંતિલાલ ચુનીલાલ શેઠ (કે.સી.શેઠ) પાલિતાણાવાળા - મુંબઈ (૪) જાગૃતિ કાંતિલાલ શેઠ પાલિતાણાવાળા - મુંબઈ (૨) અ.સૌ.ગુણવંતીબહેન કાંતિલાલ શેઠ પાલિતાણાવાળા-મુંબઈ (૫) હેમાલી કાંતિલાલ શેઠ પાલિતાણાવાળા - મુંબઈ
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org