________________
શ્રી શત્રુંજય ચાતુર્માસના અવિસ્મરણીય સંભારણા દયાળુદાદા શ્રીસિદ્ધગિરિમંડન શ્રી આદિનાથ ભગવંત માયાળુદાદા પ.પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ કરુણાળુ શ્રેષ્ઠી શ્રી શાંતિચંદભાઈ બાલુભાઈ ઝવેરી ત્રિવેણી સંગમથી પાલીતાણામાં પ્રવર્તલ જયજયકાર
અંતરની આશ, આદિનાથની પાસ :
અંતરની આશા અનંત, પણ પૂર્ણતા પામે પરિમિત, છતાંય આવા અવસરે અંતર આનંદ અનુભવે. વિ.સં. ૨૦૪૯ મહાસુદ-૬ ના સ્વદ્રવ્યથી (પાર્લા-મુંબઈ)ના ગૃહઆંગણે શિખરબંધ દેરાસરની અંજનશલાકા પ્રતિષ્ઠા પૂ. સૂરિબંધવ બેલડીની નિશ્રામાં જે પરિવારે કરાવેલ તે શ્રી શાંતિચંદભાઈ બાલુભાઈ ઝવેરી, શ્રીમતી નલીનીબહેન પુત્ર શ્રી હરેશભાઈ, પુત્રવધુ શ્રીમતી દર્શનાબહેન, પૌત્ર કૃણાલ અને કરણ પરિવારની વર્ષોની અંતરની આશા હતી કે દયાળુદાદા શ્રી આદિનાથ પ્રભુની પાસે શ્રી સિદ્ધગિરિની છાયામાં, શાસનસમ્રાટ પ.પૂ. આચાર્ય શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર બંધુબેલડીની નિશ્રામાં ચાતુર્માસ કરવું અને કરાવવું. તે અંગે ૫.૫. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરતા તેઓશ્રીએ પોતાના શુભાશીર્વાદ પૂર્વક પોતાના ગુરુબંધુ ૫.પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજને, પૂ.પં. શ્રી પુષ્પચંદ્ર વિ. ગણી, પૂ.પં. શ્રી સોમચંદ્ર વિ., ગણી, પૂ. પ્રવર્તક શ્રી કુશલચંદ્ર વિ., મુનિ શ્રી શ્રમણચંદ્ર વિ., મુનિશ્રી શ્રીચંદ્ર વિ., મુનિ શ્રી શશીચંદ્ર વિ., મુનિ શ્રી પ્રશમચંદ્ર વિ., મુનિ શ્રી પ્રિયચંદ્ર વિ., મુનિ શ્રી સંઘચંદ્ર વિ. આદિ પરિવાર સહિત વિ.સં. ૨૦૫૧ના ચાતુર્માસ માટે મોકલી આપવા કૃપા કરી.
તે
પૂજ્યશ્રીના પાવન પગલે પગલે :
પૂજ્ય આચાર્યશ્રીએ જેઠ વદ-૧૦ના શુભ દિવસે પાલીતાણાની પુણ્યભૂમિ પર પગલા કરતાં જ તપધર્મના મંડાણ થઈ ચૂક્યા. તપસ્વી શ્રી સુરેશચંદ્ર ચંદુલાલે ૬૮ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. ચાતુર્માસ દરમ્યાન સા. શ્રી ધન્યયશાશ્રીજી તથા સા. શ્રી મતિષેણાશ્રીજીએ ૪૫ ઉપવાસ, સા. શ્રી કલ્પશ્રુતાશ્રીજીએ, સા. શ્રી તેજયશાશ્રીજીએ ૩૦ ઉપવાસ, સા. શ્રી યશસ્વિનીશ્રીજી એ ૨૩ ઉપવાસ, બીજા સાધ્વીજીઓએ શ્રેણીતપ, ભદ્રતપ, ૧૦૭ વગેરે વર્ધમાન તપની ઓળી, ૬૮ જેટલા પૂ. સાધુ સાધ્વીજી મ. ના યોગોદ્ધહન, ચતુર્વિધ શ્રી સંઘમાં માસક્ષમણ, ૨૦, ૧૫, ૧૧, ૧૦, ૯, ૮ ઉપવાસ, શ્રી શત્રુંજય તપ, શ્રી આદિનાથ કંઠાભરણ તપ, મોક્ષદંડ તપ, વર્ધમાન તપના પાયા આગમની આરાધના આદિ તપસ્યાના રંગે સૌ રંગાયા. તપસ્વી સાધુ-સાધ્વીજીના પારણા પ્રસંગે શ્રી શાંતિભાઈ-નલિનીબેન સહિત ૪૫ આરાધકોનો સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર, વીશ સ્થાનક તપ પ્રારંભ, ક્રોડ નમસ્કાર મહામંત્રના જાપ, ૩ ક્રોડ અરિહંત પદનો જાપ, ૧ા લાખ સામાયિક, ઉપવાસ, રાત્રિભોજન ત્યાગ, જિનપૂજા, ગુરુવંદનાદિ શીલધર્મને જપની સાધાનાથી રંગાયા દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્યની વૃદ્ધિમાં તેમજ અભયદાન, જીવદયા, પક્ષીઓને ચણ, અનુકંપાદિ પ્રવૃતિમાં મનુમૂકીને દાનની ગંગા આરાધકોએ વહેવડાવી.
Jain Education International
આરાધનાના ઐતિહાસિક અવસરો
• પૂજ્યશ્રી આદિ ચતુર્વિધ શ્રી સંઘ સહિત આરાધકોના ચાતુર્માસ પ્રવેશની ભવ્ય શોભાયાત્રા ♦ ભા.સુ. ૩ના સઘળા તપસ્વીઓ સાથે શિસ્તબદ્ધ રીતે દ૨૨ોજ તળેટીની યાત્રા
♦ નવકા૨ની જીવંત રચના સાથે તળેટીની ભવ્ય મહાપૂજા
• તપસ્વીઓના સામુદાયિક પારણા
પાલીતાણામાં બિરાજમાન સર્વ પૂજ્ય આચાર્ય મ. આદિ સાધુ-સાધ્વીજી મ.ની. નિશ્રામાં તપસ્વીઓ સહિત સામુદાયિક ભવ્યાતિભવ્ય રથયાત્રા
- જયપુ૨થી આવતા સેવાભાવી ડૉક્ટરો દ્વારા થયેલ પોલીયો કેમ્પ આદિ વિવિધ કેમ્પ
સૌરાષ્ટ્ર વિહારભૂમિના ઉપક્રમે વિહારક્ષેત્રમાં ૨૭ જેટલા નવા ઉપાશ્રયો બનાવવાની જાહેરાત
શ્રી શાંતિચંદ બાલુભાઈ ઝવેરી રીલીજીયર્સ ટ્રસ્ટ તરફથી વિ.સં. ૨૦૫૧માં પાલીતાણામાં થયેલ યશોજ્જવલ ચાતુર્માસની સ્મૃતિને સદાય જીવંત રાખવા પુણ્યવંતોના સૌજન્યપૂર્ણ સહકારથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ “શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શનાવલી” પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ રહી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org