SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ માનવા લાગે છે. એટલા માટે માણસે પોતાનું જીવન જ એવું સ્વચ્છ અને સ્વસ્થ રાખવું જોઈએ કે ક્યારેક કોઈ ખોટું આળ મૂકીને પ્રચાર કરવા જાય તો તે ભોંઠો પડે. લોકો એ માનવા ક્યારેય તૈયા૨ ન થાય. સાધુસંતોનું જીવન ખુલ્લી કિતાબ જેવું, સ્વચ્છ ને પારદર્શક હોય છે. મન, વચન અને કર્મની એકરૂપતા એમના જીવનમાં હોય છે. આત્મકલ્યાણ અને લોકકલ્યાણની એમની ભાવના બહુ પ્રબળ હોય છે. એમને પોતાનું કશું છુપાવવાનું હોતું નથી. એટલે એમને માટે કરાયેલા ખોટા આક્ષેપો કે એમના જીવનરૂપી સૂર્યના પ્રકાશને મેલો કરવાના પ્રયત્નો વૃથા નીવડે છે. કેટલાક માણસો પોતાનાથી થયેલી ભૂલને પોતાના હૃદયમાં ઝાઝો વખત રાખી શકતા નથી. એનો એમને એવો પસ્તાવો થાય છે કે જ્યાં સુધી એ વિશે તેઓ હૃદય ખોલીને કોઈને કંઈ વાત ન કરે ત્યાં સુધી તેમને ચેન પડતું નથી. પાપનો એકરાર અને પ્રાયશ્ચિત્ત એ મનુષજીવનનું સ્વાભાવિક લક્ષણ છે. માણસે પોતાની પેટછૂટી વાત કોઈને કરવી જ હોય તો યોગ્ય પાત્રને, યોગ્ય સમયે જ કહેવી જોઈએ. જગતમાં બધા જ માણસો ખરાબ નથી હોતા. કેટલાયે બીજાની વાતોને જીવનભર સાચવી રાખે છે. પરંતુ અધકચરા, અણસમજવાળા, ઉતાવળિયા સ્વભાવના, વાતડાહ્યા, અતિ ઉત્સાહી, જશ ખાટવાની વૃત્તિવાળા, નિંદક સ્વભાવનાં, વૈરવૃત્તિવાળા, બીજાની ચડતી જોઈ ખેદ અનુભવનારા, બે જણને લડાવે ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy