SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે. વારંવાર બનતા એવા આકસ્મિક પ્રસંગો ચિત્તને અવળી દિશામાં ધકેલે છે અને પછી પોતે પણ એમાં રાચવા લાગે છે. સંયમના પાલનને માટે સૂર્યાસ્ત પહેલાં અસ્નિગ્ધ, અમિષ્ટ આહાર અને તે પણ મિત પ્રમાણમાં હોય એ હિતાવહ મનાયો જૈન ધર્મમાં ઊઠવા-બેસવાની કે સૂવાની ક્રિયાઓ વિશે પણ બહુ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો છે. સાધુઓની બેસવાની મુદ્રા પણ સંયમિત હોવી જોઇએ. જેન ધર્મમાં સાધુઓ અને ગૃહસ્થો માટે પંચાંગ પ્રણિપાત સ્વીકારાયો છે. દિંડવત્ પ્રણામનો નિષેધ છે, કારણ કે પોતે કરેલા દંડવત્ પ્રણામ કે અન્ય સ્ત્રી કે પુરુષે કરેલા દંડવત્ પ્રણામનું અભદ્ર દર્શન ઉત્તેજનાનું નિમિત્ત બની શકે છે. જેઓ વિજાતીય વ્યક્તિનું મુખદર્શન પણ કરવા ઇચ્છતા નથી તેઓ દંડવત્ પ્રણામ ન કરે એ જ ઉચિત છે, કારણ કે એમાં પતનનાં સૂક્ષ્મ ભયસ્થાનો છે. સાધુઓએ પગ સંકોડીને પડખે જ સૂઈ જવું જોઇએ જેથી કુદરતી રીતે શારીરિક સંયમ જળવાય અને એથી મન પણ નિર્મળ રહે. દિગંબર મુનિઓ તો એક જ પડખે નિદ્રા કરી લેતા હોય છે. પડખું બદલવાનું થયું કે તરત બેઠા થઈ ધ્યાનમાં બેસી જવાનું હોય છે. વ્રતપાલનમાં શરીરની ક્રિયાઓ અને અવસ્થાઓનો પૂર્વાચાર્યોએ બરાબર અભ્યાસ કરીને સંયમની દૃષ્ટિએ યોગ્ય નિયમો બતાવ્યા છે. દરેક ધર્મમાં તેજસ્વી સાધુઓ પ્રત્યે મહિલા વર્ગનું આકર્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy