________________
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
પણ અશક્ય નથી.
મનુષ્યના ભોગોપભોગની અન્ય ઘણીખરી પ્રવૃત્તિઓ પ્રગટ હોય છે, પરંતુ કામભોગની પ્રવૃત્તિ કાયદેસરની હોય તો પણ ગુપ્ત હોય છે એટલે તે જલદી નજરમાં આવતી નથી, પણ એની વ્યાપકતા સમગ્ર સૃષ્ટિમાં પ્રસરેલી રહે છે.
બ્રહ્મચર્ય વ્રતને અસિધારા વ્રત તરીકે ઓળખાવવામાં આવે છે. ખાંડાની ધાર પર ચાલવાનું કદાચ એટલું કઠિન નથી જેટલું કઠિન બ્રહ્મચર્ય વ્રતનું પાલન છે. ઇન્દ્રિયોનાં બીજાં ક્ષેત્રો કરતા કામવાસનાનું ક્ષેત્ર અત્યંત બળવાન છે. એના ઉપર વિજય મેળવવાનું ઘણું જ અઘરું છે, કારણ કે કામવાસનાને સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે અને સ્પર્શેન્દ્રિયના સંસ્કાર જીવમાં અનાદિકાળથી અવિરત ચાલ્યા આવે છે. વળી શરીરમાં બીજી ઇન્દ્રિયો કરતાં સ્પર્શેન્દ્રિયનું ક્ષેત્ર ઘણું મોટું છે. એકેન્દ્રિય જીવેમાં અન્ય કોઈ ઇન્દ્રિયો નથી હોતી, પણ સ્પર્શેન્દ્રિય તો હોય જ છે. આ અનાદિના સંસ્કારમાંથી નિવૃત્ત થવા માટે ઘણા મોટા પુરુષાર્થની અપેક્ષા રહે છે.
આહારને કામવાસના સાથે અવશ્ય સંબંધ છે. બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા સાધુ કે ગૃહસ્થો જો સ્નિગ્ધ, પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં લેવા લાગે તો એમનામાં વાસનાઓ જાગ્યા વગર રહે નહિ. વચનથી કે કાયાથી કદાચ તે ચલિત ન થાય તો પણ પોતાને ખબર પણ ન પડે એ રીતે વિકારો એમના ચિત્તમાં દાખલ થઈ જાય છે. એવા વિકારી વિચારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org