SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं [યોવનમાં સાધુપણાનું પાલન દુષ્કર છે] છેલ્લા એક-બે દાયકામાં જૈનોના જુદા જુદા સંપ્રદાયોમાં સાધુઓના શિથિલાચારની, દીક્ષાત્યાગની, આપઘાતની, નાણાંની ઉચાપતની બનતી ઘટનાઓએ સમાજને વારંવાર સંક્ષુબ્ધ કરી મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રચાર-માધચ્યો વધ્યાં છે અને સનસનાટીભરી ઘટનાઓ પ્રસિદ્ધ કરી યશ ખાટી જવાની તેઓની વૃત્તિ પણ વધતી જાય છે. એથી ક્યારેક ઘટના નાની હોય તો પણ તેને બહુ મોટું સ્વરૂપ આપવામાં આવે છે. ક્યારેક તો ઉતાવળે ખોટી કે અધૂરી માહિતી અપાઈ જાય છે. અલબત્ત, પ્રચાર-માધ્યમોને ક્યારેય અટકાવી નહિ શકાય. જો કે બીજી બાજુ ક્યારેક તો તેઓ એ દ્વારા સમાજને માહિતગાર અને જાગ્રત કરવાની ઇષ્ટ સમાજસેવા પણ બજાવે છે. પરંતુ જે સાવધ રહેવા જેવું છે તે તો સાધુ સમાજે જ છે. સાધુઓના શિથિલાચારની ઘટનાઓ આજકાલની નથી. વિશ્વામિત્રથી પણ વધુ પ્રાચીન કાળની છે. વસ્તુતઃ જેમ ખોટા દાક્તરો હોય છે, લેભાગુ ઇજનેરો હોય છે, અપ્રમાણિક અધ્યાપકો હોય છે, લુચ્ચા વેપારીઓ હોય છે, ભ્રષ્ટ ન્યાયાધીશો હોય છે તેમ સમાજમાં વખતોવખત શિથિલાચારી સાધુઓના દાખલા પણ બનતા રહેવાના. એવી ઘટનાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy