SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ લાગવાનો સંભવ છે. મિલનનો સમય ટૂંકો લાગે અને વિરહકાળ દીર્ઘ લાગે. દુઃખમાં દહાડા લાંબા લાગે. કેટલીક ઘટના વર્તમાનમાં જેટલી મોટી લાગતી હોય તે થોડો કાળ વીત્યા પછી કેવી ગૌણ કે શુદ્ર બની જાય છે ! ક્યારેક તો વહી ગયેલો કાળ જ નવી પરિસ્થિતિનો સાચો વાસ્તવિક ખ્યાલ આપે છે. એ પરિસ્થિતિની પહેલેથી ખબર હોત તો પોતે જે કાર્ય કર્યું તે ન કર્યું હોત. વળી એટલો સમય પણ બરબાદ ન કર્યો હોત. ભૂતકાળ પર નજર ફેરવતાં દરેક વ્યક્તિને થોડું ઘણું એવું લાગવાનું જ કે પોતાનો અમુક સમય ખોટી રીતે વેડફાઈ ગયો હતો. સમયની બાબતમાં સભાન રહેવું એનો અર્થ એ નથી કે સમય સાચવવા સતત ચિંતિત રહેવું. સમયની બાબતમાં સમજપૂર્વક સભાન હોવું તે એક વાત છે અને ઉતાવળિયા થવું, રઘવાટ કરવો, તંગ થઈ જવું, ચિંતિત થઈ જવું તે બીજી વાત છે. માણસે સમયને દાસ બનાવવો જોઈએ. એના પોતે ગુલામ ન બનવું જોઈએ. કેટલાક લોકો સમય સાચવે છે. ઘડિયાળના ટકોરે બધું કરે છે, પણ એમના જીવનમાં કોઈ પ્રગતિ કે શાન્તિ દેખાતી નથી. વર્તમાન જગતમાં Time Stress ઘણા માણસો અનુભવે છે અને એથી હૃદયની બીમારીના કે માનસિક તનાવના, ડિપ્રેશનના ભોગ બની જાય છે. જેમ સમયની સભાનતાની જરૂર છે તેમ નિરાંતની પણ એટલી જ જરૂર છે. કહ્યું છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy