________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
‘સમય' કહે છે) જેટલો જ છે. છતાં સામર્થ્ય વર્તમાનનું છે. કાળના સ્વરૂપની આ તે કેવી વિચિત્રતા! માટે જ વર્તમાનનું માહાત્મ્ય છે.
કાળની અસર જડ અને ચેતન એમ બંને તત્ત્વો પર થાય છે. નાનાં બાળકો ઘડીકમાં મોટાં થઈ જાય છે. યુવાનો વૃદ્ધ થાય છે અને વૃદ્ધો પોતાનો કાળ પાકતાં સંસારમાંથી વિદાય લે છે. જન્મ-મરણનું ચક્ર દિવસરાત ચાલતું રહે છે. જડ પદાર્થોમાં પણ રૂપાંતર થતાં રહે છે. આજની નવી ચીજવસ્તુ કાલે જૂની થાય છે અને વખત જતાં નષ્ટ થાય છે.
જગતમાં અનેક લોકો પોતાના જીવનને સફળ બનાવી લે છે, તો અનેક લોકોનું જીવન બરબાદ થઈ જાય છે. આમ થવાનાં ઘણાં કારણોમાંનું એક મોટું કા૨ણ તે કાળ છે. જેમણે પોતાના જીવનને સફળ બનાવવું હોય તેમણે યોગ્ય કાળે યોગ્ય કાર્ય કરી લેવું જોઈએ. હ્રાને વ્યાનું સમાયરે । ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના પ્રથમ અધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું છેઃ
काणणिक्खमे भिक्खू कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता काले कालं समायरे || [ભિક્ષુએ વેળાસ૨નીકળવું (ભિક્ષા માટે) અને વેળાસર પાછાં આવી જવું. કવેળા કાર્ય કરવું નહિ, યોગ્ય કાર્બ યોગ્ય કાર્ય કરી લેવું.]
જેમ સાધુઓએ તેમ ગૃહસ્થોએ પણ યોગ્ય સમયે યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org