________________
93
9 આણામંsun વિરોષણ, રોગનિંદાળ અને શિક્ષા
આભામંડળ વિશ્લેષણ રોગનિદાનમાં મહત્ત્વનો ભાગ ભજવવા સક્ષમ છે. આભામંડળની છબી દ્વારા બે પ્રકારના રોગોનું નિદાન થઈ શકે છે.
1. એવા પ્રકારના રોગો કે જેઓનો હજુ સુધી માત્ર આભામંડળ (Aura) અર્થાત્ વાયવીય શરીર અર્થાત્ ઈથરિક બોડી(Etheric body)માં જ પ્રવેશ થયો છે પરંતુ ભૌતિક શરીર (Physical body)માં પ્રવેશ થયો નથી. આ પ્રકારના રોગોની સારવાર માત્ર આભામંડળને સુધારવાથી જ થઈ જાય છે. તેના માટે ડૉક્ટર, વૈદ્યની સારવારની કોઈ જરૂર નથી.
2. બીજા પ્રકારના રોગો જેઓનો પ્રવેશ ભૌતિક શરીરમાં પણ થઈ ગયો છે. આભામંડળ અર્થાત્ વાયવીય શરીર અને ભૌતિક શરીર બંનેમાં જે રોગ પ્રવેશી ગયો હોય તેની સારવાર બે પ્રકારે કરવી પડે છે. સૌ પ્રથમ તો આભામંડળને સ્વચ્છ કરી તેને બંધ (Seal) કરવામાં આવે છે જેથી ભૌતિક શરીરમાં પ્રવેશેલ રોગ આગળ વધતો અટકી જાય છે. ત્યારબાદ ડૉક્ટર કે વૈદ્યની સારવાર વડે કે અન્ય પદ્ધતિ દ્વારા રોગ દૂર કરવામાં આવે છે. જ્યાં સુધી આભામંડળને શુદ્ધ કરી બંધ કરવામાં આવતું નથી ત્યાં સુધી ડૉક્ટર કે વૈદ્યની સારવારનું ઝડપી અને પૂરેપુરું પરિણામ આવતું નથી. માનવીય આભામંડળ - વાસ્તવિક સમીક્ષા : પૂજ્ય મુનિ શ્રી નંદિઘોષવિજયજી મહારાજનું આભામંડળ : તા. 25-11-2005ના બપોરે 1-45 મિનિટે ડૉ. અમરેશભાઈ મહેતાએ એડવાન્ડ ડિજિટલ ઓરા સ્કેનિંગ કેમેરાની મદદથી શ્રી નંદિઘોષવિજયજી મહારાજના આભામંડળની છબીઓ લીધી. તેમના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે 16 એમ. બી.ની એક ચીપમાં લગભગ 15 વ્યક્તિના આભામંડળની કુલ 200 છબી લઈ શકાય છે પરંતુ અહીં એક આશ્ચર્ય જોવા મળ્યું કે પૂજ્ય મહારાજ સાહેબના આભામંડળની ફક્ત નવ છબીમાં જ 16 એમ. બી.ની ચીપ ભરાઈ ગઈ. ડૉ. અમરેશભાઈના અત્યાર સુધીના અનુભવમાં આવું ક્યારેય બન્યું નહોતું. તેનું કારણ શું હોઈ શકે એની કલ્પના પણ થઈ શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org