________________
2
આભામંડળ : જેને દર્શન તથા પ્રાયોગિક સંશોધન
છબી (વાસ્તુ નં.6)માં જોઈ શકાય છે.
છબી વાસ્તુ -. 6 : આ છબી અને ઉપરની છબી એક જ જગ્યાની છે. તેમ છતાં આ છબીમાં કાળો રંગ લગભગ દૂર થઈ ગયો છે તેને બદલે લીલો, પીળો અને વાદળી રંગ સ્પષ્ટ દેખાય છે. ક્યાંક ક્યાંક થોડો થોડો લાલ રંગ પણ છે. આ રીતે આપણે કરેલ ફેરફાર યોગ્ય છે કે નહિ તે પણ જાણી શકાય છે.
છબી વાસ્તુ નં. 7 : આ છબીમાં એક ગૃહમંદિર છે તેમાં રહેલ પ્રભુની છબીના કારણે તે છબીની ઉપરના ભાગમાં શ્વેત અને વાદળી રંગ આવ્યો જ્યારે નીચેના ભાગમાં કાળો રંગ તે મકાન અને ખંડમાં રહેલ જિયોપેથિક સ્ટ્રેસને જણાવે છે. જિયોપેથિક સ્ટ્રેસ દૂર થાય તો જ તેમાં પરિવર્તન થઈ શકે એવું મારું અનુમાન છે.
છબી વાસ્તુ નં. 8, 9 અને 10 આ ચાર છબીમાં નં. 9 કોઈ એક મકાનના દિવાન ખંડની છે. નં. 9 શોપીસ તરીકે ગોઠવેલ માછલીઘર (એક્વેરિયમ)ની છે. તો નં. 10 રસોડાની છે. આ ત્રણેય છબીમાં આભામંડળનો રંગ બતાવે છે કે તેમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગોઠવણી બરાબર નથી. આભામંડળ અને વાસ્તુદોષ નિવારણ :
વ્યક્તિ અને તેના વાસ્તુનો પરસ્પર અત્યંત ગાઢ સંબંધ હોય છે. માટે જ આભામંડળ - વિશ્લેષણ જ્યારે ભૂમિરોગ તરફ આંગળી ચીંધતું હોય ત્યારે વાસ્તુ અને વસનાર બંનેનાં આભામંડળ સુધરે તેવા ઉપાયો જરૂરી બને છે.
1. બાહ્ય ઉપાયો : વાસ્તુશાસ્ત્રમાં નિર્દિષ્ટ એવાં ભૂમિ તથા વાસ્તુશુદ્ધિના પગલાં લેવા.
2. આંતરિક ઉપાયો : જ્યાં બાહ્ય ઉપાયો કરવા અસંભવ જણાય ત્યાં મકાનની અંદરની વસ્તુઓની પુનઃ ગોઠવણ કરવાથી પણ આભામંડળ સાફ થઈ શકે છે.
3. વ્યક્તિગત ઉપાયો : શુભ ધ્યાન, દેવ-દર્શન અને પ્રભુ-પ્રદક્ષિણા દ્વારા પણ આભામંડળની શુદ્ધિ થઈ શકે છે. મંદિર એ યુનિવર્સલ - વૈશ્વિક શક્તિનું ધામ હોવાથી, સવારે, બપોરે અને સાંજે મંદિરે જવાથી કે પ્રદક્ષિણા કરવાથી ભિન્ન ભિન્ન પરિણામ જોવા મળ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org