________________
આભામંડળ અને વૈકલ્પિક ચિકિત્સાપદ્ધતિઓ
79. પિરામીડનું આકૃતિસ્વરૂપ ભૌમિતિક એપ્લીફાયર તરીકે કામ કરે છે. જેનાથી ધાર્મિક મનુષ્યની પ્રાર્થનાની શક્તિમાં વધારો થાય છે અથવા આધ્યાત્મિક વિનંતિ શક્તિશાળી બને છે. આ પિરામીડનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગોની ચિકિત્સા કરવામાં પણ થાય છે. તે માટેના પિરામીડમાં પિરામીડનો રંગ મહત્ત્વનો છે. રોગોની ચિકિત્સા માટે વાદળી રંગના પિરામીડ બનાવવા જોઈએ, જ્યારે પ્રેમ માટે લીલા રંગના, માનસિક સ્વસ્થતા સ્પષ્ટતા માટે નારંગી રંગના અને આંતરસ્કૂરણા માટે પીળા રંગના પિરામીડ બનાવવા જોઈએ. પિરામીડની દિવાલ ઉપર પોતાની તકલીફ અને આવશ્યકતા પ્રમાણે વિનંતિ લખવી. દા. ત. તમારા તૂટી ગયેલ હાડકાંને સાંધવું છે તો તે અંગેની વિનંતિ લખવી.25 પિરામીડ ઉપર વિશિષ્ટ સંશોધન કરવા માટે અમેરિકામાં અતીન્દ્રિય વિજ્ઞાન પ્રયોગશાળાના મુખ્ય મથક લોસ એન્જલસમાં મનુષ્યની ઊંચાઈના માપના બે પિરામીડ બનાવવામાં આવ્યા છે. તેમાં એક છ ફૂટ તથા બીજો આઠ ફૂટ ઊંચો છે. આ સંશોધન અંગેના પ્રવક્તાનો દાવો છે કે અમારા સંશોધન પ્રમાણે પિરામીડ આકારમાં વિવિધ શક્તિના કેન્દ્રો આવેલાં છે, જેને ચક્રો કહેવામાં આવે છે અને તે મનુષ્યના શરીરમાંના આધ્યાત્મિક શક્તિ કેન્દ્ર સ્વરૂપ ચક્રોના જેવો જ છે.26
al olles als 34410142 "The Psychic World of California" પુસ્તકના લેખક ડેવીડ સેન્ટ ક્લેઈર(Davd St. Clair)ને 6 ફૂટ ઊંચાઈવાળા પિરામીડમાં 12 મિનિટ પસાર કરવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું. તેઓ પિરામીડમાં 12 મિનિટ પસાર કરી પોતાના ઘરે ગયા. બીજા દિવસે તેમનો ફોન આવ્યો કે તેઓને ઘરે ગયા પછી એટલી સખત ઉંઘ આવતી હતી કે તેઓએ ગઈ કાલ સાંજની કોકટેઈલ પાર્ટી રદ કરી નાખી અને સાંજે 6-30 વાગે સૂઈ ગયા હતા અને સવારે ઊઠ્યા ત્યારે ખૂબ જ તરોતાજા લાગતા હતા. તેઓએ કહ્યું કે તે પિરામીડે તેમના આભામંડળને ખરેખર શુદ્ધ કરી નાખ્યું
હતું.27
સંશોધન સંસ્થાનો દાવો છે કે આધાશીશી પ્રકારના માથાના દુઃખાવામાં રાહત મેળવવાના પ્રયોગોમાં પિરામીડના ઉપયોગથી અમોને ખૂબ જ ઉત્તમ પરિણામો મળ્યાં છે.28
ઈલનોઈસના એક ધંધાદારી સંશોધક કહે છે કે આર્થાઈટીસ (સંધિવા)ની પીડા મટાડવામાં તથા ઓછી કરવામાં પિરામીડ ઉપયોગી થઈ શકે છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org