________________
76
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન ચુંબકીય ચિકિત્સા : માઈકલ ફેરાડેએ બતાવ્યું છે તેમ ચુંબક અને વીજ-શક્તિ પરસ્પર સંકળાયેલ છે એટલે વીજ-ચુંબકીય ક્ષેત્ર જ્યાં હોય ત્યાં વીજ-ચુંબકીય શક્તિ પણ હોય જ. વળી દરેક સજીવ પ્રાણીમાં વીજ-શક્તિ હોય છે તે એક વિજ્ઞાન સિદ્ધ હકીકત છે માટે દરેક પ્રાણીમાં પણ વીજ-ચુંબકીય શક્તિ અને ક્ષેત્ર પણ હોય છે જ. આ જ વીજ ચુંબકીય ક્ષેત્રને આપણા પૂર્વજોએ આભામંડળ કહ્યું છે જેને પાશ્ચાત્ય વિજ્ઞાન સૂક્ષ્મ શરીર (Etheric Body) કહે છે તો જૈન પરિભાષામાં તેને તૈજસું શરીર પણ કહી શકાય. આ તૈજસ્ શરીરનો રંગ લેશ્યા ઉપર આધારિત છે.
ચુંબકીય ચિકિત્સા પદ્ધતિ અને આભામંડળ ઘનિષ્ઠ રીતે પરસ્પર સંકળાયેલા છે કારણ કે પૂર્વે બતાવ્યું તેમ આભામંડળ સ્વયં જૈવિક વીજ-ચુંબકીય ક્ષેત્ર છે એટલે જ્યારે તેમાં કોઈ પણ પ્રકારના ચુંબકનો પ્રવેશ થાય છે ત્યારે તેમાં અવશ્ય પરિવર્તન થાય છે. આ પરિવર્તન જો આપણા આભામંડળને સુધારતું હોય તો તે એક ઔષધ તરીકે કામ કરે છે.
લોહચુંબકને અંગ્રેજીમાં મેગ્નેટ કહેવામાં આવે છે. એમ કહેવાય છે કે 2500 વર્ષ પહેલાં મેગ્નેસ નામના ભરવાડે કુદરતી લોહચુંબકના પર્વતને શોધી કાઢયો હતો તેથી તેના નામ ઉપરથી લોહચુંબકને અંગ્રેજીમાં મેગ્નેટ કહેવામાં આવે છે. 13
લોખંડ અથવા પોલાદમાંથી જ્યારે વીજ-પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનું લોહચુંબકમાં રુપાંતર થઈ જાય છે. 4. ટૂંકમાં આ આભામંડળ ઉપર કોઈ પણ જાતના લોહચુંબકની અસર થયા વગર રહેતી નથી.
લોહચુંબકમાં વિશિષ્ટ પ્રકારની શક્તિઓ છે. તેમાં ય તેમાં રોગોને દૂર કરવાની આશ્ચર્યકારક શક્તિ છે. કહેવાય છે કે લોહચુંબકની અસરવાળું મધ રેચક હોય છે અને તે પેટ સાફ કરવામાં મદદ કરે છે. જો લોહચુંબકનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીરમાંથી તે દુખાવો દૂર કરે છે. વળી માથાના દુખાવા માટે પણ એક જાદુઈ દવા તરીકે લોહચુંબકની ભલામણ કરવામાં આવે છે. 15 વળી એમ પણ માનવામાં આવે છે કે લોહચુંબક દ્વારા ચુંબકીય ગુણવાળા બનાવેલ શસ્ત્રથી થયેલ ઘાની પીડા થતી નથી, તો ગાઉટ (gout), જલોદર (dropsy) તથા સારણગાંઠ (Hernia)ની સારવાર માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org