________________
74
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન માર્ગદર્શક તરીકે કામ કરે છે. ભૌતિક સ્તરે આ સૂક્ષ્મ સંચાલક શક્તિ ક્ષેત્રો જો શક્તિથી ભરપૂર હોય તો તે સારી રીતે કામ કરે છે એટલે કે સુસંયોજિત ડી. એન. એ. તથા આર. એન. એ. પેદા કરે છે, જેના પરિણામે સારી રીતે કામ કરતા ઉસેચકો (enzymes), પ્રોટીન સંયોજન અને કોષવિભાગીકરણ કરે છે અને જ્યારે કોષનું વિભાગીકરણ અને અન્ય કાર્ય સારી રીતે થાય તો અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓ, બીજા અવયવો અને કોષિકાઓ પણ સારી રીતે કામ કરે છે, જેના પરિણામે આપણું આભામંડળ શુદ્ધ બને છે અને આપણું આરોગ્ય સારું રહે છે. 4
થર્મોડાયનેમિક્સના બીજા નિયમ પ્રમાણે રેકી ઉપયોગમાં નહિ આવતી સૂમ શક્તિને ઉપયોગમાં લે છે. રેકી વૈશ્વિક જીવન સંચાલક શક્તિને સીધે સીધી સૂક્ષ્મ સંચાલક શક્તિ ક્ષેત્રોમાં લાવે છે, જેથી તે શક્તિશાળી બની કાર્ય કરે છે. આ રીતે તે સીધી કે આડકતરી રીતે સૂક્ષ્મ શરીરો અને ચક્રોને પુનઃ સમસ્થિતિમાં લાવે છે. જો આ સૂક્ષ્મ શરીર અને ચક્રો એક પંક્તિમાં ન હોય તો તે વૈશ્વિક જીવન સંચાલક શક્તિને આપણા શરીરમાં પ્રવેશ કરવા દેતા નથી. એક વખત તે એક પંક્તિમાં આવી જાય પછી મુક્ત રીતે શક્તિનો પ્રવાહ ચાલુ થઈ જાય છે. 5 - ભારતીય આધ્યાત્મિક પરંપરામાં નિર્દિષ્ટ કુંડલિની શક્તિ અંગે ગેબ્રિએલ કોઝેન્સ કહે છે. શરીરમાં જીવન સંચાલક શક્તિ જો વધુ હોય તો કુંડલિની શક્તિ સહેલાઈથી જાગૃત થઈ શકે છે. એક વખત કુંડલિની શક્તિ જાગૃત થઈ જાય પછી તે ભાવનાત્મક અને માનસિક અવરોધો દૂર કરી દે છે. •
બીજી અગત્યની વાત એ કે રેકી સજીવ ઉપર તો અસર કરે છે એટલું જ નહિ નિર્જીવ પદાર્થો ઉપર પણ અસર કરે છે. ગેબ્રિએલ કોઝેન્સ પોતાનો અનુભવ ટાંકતા લખે છે કે એક વખત મારી યુરોપની ટૂરમાં સ્વીટઝર્લેન્ડના જીનીવાના મ્યુઝિયમના બાથરૂમમાં મારી પત્ની પુરાઈ ગઈ અને તાળું જામ થઈ ગયું. કેમે કરી એ ખુલે જ નહિ. અમારો એક સાથીદાર તાળું તોડનારને બોલાવવા ગયો અને અમે જ્યારે તેની રાહ જોતા હતા ત્યારે મેં તાળાને રેકી આપવા માંડી. થોડી જ મિનિટોમાં તાળાનું લિવર છૂટું થઈ ગયું અને તે બાથરૂમમાંથી મુક્ત થઈ.?
બીજી વાત ગેબ્રિયલ કોઝેન્સ લખે છે કે આધ્યાત્મિક ઉપવાસમાં અમો સાધકના શરીરમાંનાં ઝેરી પદાર્થોને દૂર કરવાની રાસાયણિક પ્રક્રિયા ઝડપી
નહિ એ ની કરાઈ
tપવા
નથી અને અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org