________________
66
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન
કરવામાં આવે તો ખૂબ જ નુકશાન થઈ શકે છે. આ પ્રકારના રોગનિવારક ન હોય તેવા હીરાઓ, જે અત્યારે વિપુલ પ્રમાણમાં મળે છે તે આપણા આભામંડળમાં વિકૃતિ તથા અવરોધ પેદા કરી કોષોમાં અવ્યવસ્થા ઉત્પન્ન કરે છે તેથી કોષોનું પોતાનું કાર્ય અટકી જાય છે.
ટૂંકમાં, રોગનિવારક હીરા, શરીરની પોતાની રોગનિવારક શક્તિને વધારવા માટેના સ્ત્રોતો અને અનુકૂળતાઓ પૂરી પાડે છે.
રત્નો (Gemstones) : જ્યારે રંગીન કિરણો રત્નોમાંથી પસાર થાય છે ત્યારે, રોગનિવારક હીરામાંથી પસાર થતાં રંગીન કિરણો કરતાં, જુદા જ પ્રકારે કેન્દ્રિત થાય છે અને જુદી જ અસર કરે છે. હીરામાંથી પસાર થતાં રંગીન કિરણો સૌ પ્રથમ શરીરના મૂળભૂત એકમ કોષ ઉપર અસર કરે છે અને ત્યારબાદ તેનો જીવનમાં અનુભવ થાય છે, જ્યારે રત્નોમાંથી પસાર થતાં રંગીન કિરણોની અસર સૌ પ્રથમ જીવનમાં અનુભવાય છે અને અનુભવો દ્વારા કુદરતી રીતે જ શરીરના મૂળભૂત કોષોમાં પરિવર્તન થાય છે .23
પ્રત્યેક વ્યક્તિએ પહેરેલા ગોળાકાર રત્નો દ્વારા ઉત્સર્જિત રંગીન કિરણો તેને અંગત રીતે, અન્ય વ્યક્તિએ પહેરેલા તેવા જ રંગના રત્નો કરતાં, જુદા જ પ્રકારની અસર કરે છે, વળી આ રત્નોને તેના પહેરવાના વિશિષ્ટ સ્થાન સાથે કોઈ સંબંધ નથી.24
જો કોઈ વિશિષ્ટ અનુભવો દ્વારા પોષણ આપતા આ રંગીન કિરણોના વર્ણપટમાં અમુક ચોક્કસ પ્રકારના રંગના કિરણોની ખામી જણાય તો તે
વ્યક્તિએ અંગત રીતે, કોઈ ચોક્કસ પ્રયત્નો કે ઉપાયો દ્વારા એ રંગના કિરણોની ખામીને દૂર કરવી જોઈએ. તો અન્ય પ્રકારના અનુભવો વર્ણપટમાંના કોઈક રંગની અધિકતા બતાવતા હોય તો તેને ઓછો કરવા પ્રયત્ન કરવો જોઈએ. આમ જુદા જુદા એક કે અધિક રંગની ખામી અને જુદા જુદા અન્ય એક કે વધુ રંગની અધિકતાના અસંખ્ય સંયોજનો / ભાંગાઓ | પ્રકારો હોય છે, જેનાથી મનુષ્યને ભિન્ન ભિન્ન પ્રકારના અનુભવો થાય છે.25
આવા રંગીન ગોળાકાર રત્નોનો હાર કોઈ વ્યક્તિ પહેરે છે ત્યારે, તે વ્યક્તિમાંથી રંગીન કિરણો એકત્ર કરી, આ રત્નો તેના સંબંધિત મૂળ ગ્રહોને મોકલે છે અને તે ગ્રહો એ રંગીન કિરણોને સ્વચ્છ સમતોલ કરીને એ રત્નો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org