________________
62
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન
પ્રમાણે ચંદ્રની રાશિ જન્મરાશિ ગણાય છે જ્યારે પાશ્ચાત્ય જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સૂર્યની રાશિ જન્મરાશિ ગણાય છે.
જન્મરાશિ મેષ કે વૃશ્ચિક હોય તો તેણે શ્રી વાસુપૂજ્યસ્વામિની આરાધના કરવી કે મંગળનું નંગ પરવાળો ૫હે૨વો.
જન્મરાશિ વૃષભ કે તુલા હોય તો તેણે શ્રી સુવિધિનાથ પ્રભુની આરાધના ક૨વી કે શુક્રનું નંગ હીરો ૫હે૨વો.
જન્મરાશિ મિથુન કે કન્યા હોય તો તેણે શ્રી વિમળનાથ પ્રભુ વગેરેની આરાધના કરવી કે બુધનુ નંગ પન્ના પહેરવું.
જન્મરાશિ કર્ક હોય તો તેણે શ્રી ચંદ્રપ્રભસ્વામિની આરાધના કરવી કે મોતીનું નંગ પહેરવું.
જન્મરાશિ સિંહ હોય તો તેણે શ્રી પદ્મપ્રભસ્વામિની આરાધના કરવી કે સૂર્યનું નંગ માણેક પહેરવું.
જન્મરાશિ ધન કે મીન હોય તો તેણે શ્રી ઋષભદેવ આદિ પરમાત્માની આરાધના કરવી કે ગુરુનું નંગ પોખરાજ પહેરવું.
જન્મરાશિ મકર કે કુંભ હોય તો તેણે શ્રી મુનિસુવ્રતસ્વામિની આરાધના કરવી કે શનિનું નંગ નીલમ પહેરવું.
રત્નચિકિત્સા વડે રોગનિવારણ :
અત્યારે ચિકિત્સાશાસ્ત્રમાં શારીરિક પ્રશ્નોના નિરાકરણ તથા શરીરને વધુ મજબૂત બનાવવા માટે રત્નચિકિત્સા એક ઉત્તમ વૈકલ્પિક પદ્ધતિ છે. એક સિદ્ધાંત એવો છે કે પ્રત્યેક રત્ન ચોક્કસ સંખ્યામાં કંપનો અર્થાત્ કંપસંખ્યા (vibrational rates) ધરાવે છે.? આપણા આભામંડળમાં એ રત્નો મૂકતાં આપણા આભામંડળનાં કંપનો - કંપસંખ્યા (vibrational rate) પણ બદલાઈ જાય છે. ઘણા સમય બાદ વિજ્ઞાનીઓએ જાણ્યું કે પ્રકાશથી લઈને અંધકાર સુધી સૂક્ષ્મ સ્તર ઉપર બધું જ શક્તિ સ્વરૂપ છે અને બધું જ પ્રકંપિત હોય છે, તો 'ધી મેસેજ ઑફ ધી સ્ટાર્સ' (The Message of the Stars)ના લેખક મેક્સ હેઈન્ડલ (Max Heindle)ના કહેવા પ્રમાણે પ્રત્યેક રત્નમાં તે તે ગ્રહોમાંથી નીકળતા વૈશ્વિક કિરણો (cosmic rays) ગ્રહણ કરવાની ક્ષમતા હોય છે. 10
આ બધાં રત્નોમાં સ્ફટિક(crystal) સૌથી વધુ શક્તિશાળી છે. તેને જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org