________________
46
આભામંડળ : જૈન દર્શન તથા પ્રાયોગિક સંશોધન પ્રથમની ત્રણ લેશ્યા અશુભ / અશુદ્ધ છે, અને તે જે તે જીવની નિમ્ન કક્ષા બતાવે છે, જ્યારે પછીની ત્રણ લેશ્યાઓ શુભ / શુદ્ધ છે અને તે જે તે જીવની ઉચ્ચ કક્ષા બતાવે છે. આ છ યે વેશ્યાઓ ઉત્તરોત્તર શુભ છે. પહેલી ત્રણ લેશ્યામાં પ્રથમ કૃષ્ણ લેશ્યા સૌથી વધુ અશુભ છે, ત્યાર પછીની બીજી નીલ લેશ્યા થોડી ઓછી અશુભ છે અને ત્રીજી કાપોત લેશ્યા તેના કરતાં પણ ઓછી અશુભ છે. જ્યારે પછીની ત્રણ લેશ્યાઓમાં ચોથી તેજો વેશ્યા શુભ છે, પાંચમી પધ લેશ્યા પૂર્વેની તેજો લેશ્યા કરતાં વધુ શુભ છે, અને છેલ્લી શુક્લ લેશ્યા સૌથી વધુ શુભ છે. 4
આ વેશ્યાનું મુખ્ય કારણ જૈન આગમોમાં જણાવ્યા પ્રમાણે યોગ છે, અને જૈનદર્શન પ્રમાણે યોગના મુખ્ય ત્રણ પ્રકાર છે. 1. મનો યોગ 2. વચન યોગ અને 3. કાય યોગ. શ્રી પન્નવણા સૂત્ર નામના જૈન આગમમાં તો ત્યાં સુધી કહ્યું છે કે યોગ - મન, વચન, કાયા/શરીરમાંથી કોઈપણ યોગ હોય તો જ લેશ્યા હોય છે. આમાંથી એક પણ યોગ ન હોય તો લેશ્યા હોતી નથી.'
ઉચ્ચ કક્ષાના જીવો ગર્ભજ સંજ્ઞી તિર્યંચ પંચંદ્રિય, મનુષ્ય, દેવ અને નારકોમાં મન, વચન અને કાયા/શરીર રૂપ બધા જ યોગો હોય છે. જ્યારે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય તથા સંમૂચ્છિમ મનુષ્યોને દ્રવ્ય મન (પૌગલિક મન) હોતું નથી, માત્ર વચન યોગ અને કાય યોગ જ હોય છે. જ્યારે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય જીવોમાં માત્ર કાય યોગ જ હોય છે. અલબત્ત, આ બધા જ જીવો જેમને દ્રવ્ય (પૌત્રલિક) મન હોતું નથી તેઓને પણ અધ્યવસાય રૂપ સૂક્ષ્મ ચિત્ત અથવા સંવેદન તો હોય જ છે, જેના દ્વારા કાર્પણ શરીરનું નિર્માણ થતું હોય છે. આ કાર્મણ શરીરમાં આવેલ કાર્પણ વર્ગણ/કર્મ પુદ્ગલમાંના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા તેમાં ય રસ/અનુભાગ તથા તેના મુખ્ય કારણ સ્વરૂપ કષાય - ક્રોધ, માન, માયા અને લોભના આધારે જ આ લેશ્યાઓનું નિર્માણ થાય છે, જેનું પ્રતિબિંબ આપણા સૂક્ષ્મ તૈજસ્ શરીર(vital body)માં પડે છે અને તે આપણા આભામંડળ દ્વારા અભિવ્યક્ત થાય છે.
આ આભામંડળ સામાન્ય મનુષ્યો માટે દૃગોચર થતું નથી એટલે કદાચ સંભવ છે કે જૈન પરંપરાગત તેજસુ શરીર અને આ આભામંડળ બંને એક જ હોઈ શકે છે. તેનાં રંગ અર્થાત્ લેશ્યા પુગલ પરમાણુ સમૂહ દ્વારા નિર્મિત છે તેથી તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. અત્યારે કિલિયન ફોટોગ્રાફીમાં ફક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org