________________
આભામંડળ : વીજ ચુંબકીય ક્ષેત્ર
આભામંડળ (aura) કહેવામાં આવે છે, અને કિલિયન ફોટોગ્રાફીની મદદથી, ફોટોગ્રાફિક પ્લેટ ઉપર તેની છબીઓ લઈ શકાય છે. સેમ્યોન કિલિયન (Semyon Kirtian) નામના રશિયન વિજ્ઞાનીએ આભામંડળની છબીઓ લેવાની વિશિષ્ટ પદ્ધતિની શોધ કરી છે અને તેની મદદથી આભામંડળની રંગીન છબીઓ પણ લેવાય છે. આ આભામંડળની આધુનિક વ્યાખ્યા પ્રમાણે કોઈપણ સજીવ પદાર્થ પોતે પોતાના સ્થૂલ દેખાતા ભૌતિક શરીરમાંથી જે અદશ્ય પ્રકારના વિશિષ્ટ કિરણો-તરંગો કે સૂક્ષ્મ કણો બહાર ફેંકે છે તેને જ આભામંડળ (aura) કહેવામાં આવે છે. આધુનિક સંશોધકોની માન્યતા પ્રમાણે મનુષ્યનું આભામંડળ (Human Aura) એ વૈશ્વિક શક્તિ ક્ષેત્ર(Universal Energy Field)નો જ એક અંશ છે.
અવલોકનોના આધારે તેઓએ આભામંડળનું વિવિધ સ્તરોમાં વિભાજન કરી બતાવ્યું છે. આમાં આગળનું દરેક સ્તર તેની પૂર્વેના સ્તર કરતાં વધુ સૂક્ષ્મ દ્રવ્ય તથા ઉચ્ચ કક્ષાના તરંગોથી બનેલ હોય છે. આ વિભાજનમાં તેઓએ ખાસ કરીને તેના સ્થાન, રંગ, તેજસ્વિતા, સ્વરૂપ, ઘનતા, પ્રવાહિતા અને કાર્યનો આધાર લીધો છે. આભામંડળના વિભાજનની વિવિધ પદ્ધતિઓમાં અત્યારે મુખ્યત્વે બે પદ્ધતિઓ સર્વ સામાન્ય છે. (1) જેક સ્વાર્ઝ(Jack Schwarz)ની પદ્ધતિમાં સાત સ્તર કરતાં વધુ સ્તર છે અને તેનું વર્ણન તેઓએ તેમના હ્યુમન એનર્જી સિસ્ટિમ (Human Energy System) પુસ્તકમાં કર્યું છે. (2) હિલીંગ લાઈટ સેન્ટર, કેલિફોર્નિયા(Healing Light Centre, California)ના વડા માનનીય શ્રીમતી રોઝાલીન બ્રુયેરે (Rev. Rosalyn Bruyere) ઉપયોગ કરેલ પદ્ધતિમાં સાત સ્તર (layers) બતાવવામાં આવ્યાં છે અને તેનું વર્ણન તેમના હીલ્સ ઑફ લાઈટ, એ સ્ટડી ઑફ ચક્રાસુ (Wheels of Light, A Study of Chakras) પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
હેઝ ઑફ લાઈટ(Hands of Light)ના લેખિકા બાર્બરા એન બ્રન્નાન(Barbara Ann Brennan)ના જણાવ્યા પ્રમાણે તેમના અવલોકનોમાં, તેમને દ્વિસ્વભાવી ક્ષેત્રીય છાપ (dualistic field pattern) જોવા મળી. આભામંડળનું પ્રત્યેક આગળનું સ્તર પૂર્વના સ્તર કરતાં વધુ સારી રીતે રચાયેલું હોય છે.? આભામંડળમાં પહેલા, ત્રીજા, પાંચમા અને સાતમા સ્તરની રચના નિશ્ચિત અને સ્થિર છે, જ્યારે બીજું, ચોથું અને છઠું સ્તર પ્રવાહી જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org