________________
15
આાણામંડળ : આમા અને કર્મ
ધર્મ પણ વિજ્ઞાન છે એટલું જ નહિ પરમ વિજ્ઞાન (supreme science) છે કારણ કે વિજ્ઞાન કેવલ ભૌતિક પદાર્થોને જ સ્પર્શી શકે છે, સમજાવી શકે છે, જ્યારે ધર્મ એ ચેતના-ચૈતન્ય-આત્માને પણ સ્પર્શે છે, સમજાવી શકે છે, જેને સ્પર્શ કરવો કે સમજાવવું અસંભવ જણાય છે. વિજ્ઞાન ફક્ત ભૌતિક પદાર્થોને જ બદલી શકે છે, નવું રૂપ આપી શકે છે, જ્યારે ધર્મ ચેતના-આત્માને પણ રૂપાંતરિત કરી શકે છે, જે જોઈ શકાતો નથી કે સ્પર્શી શકાતો નથી. માટે જ ધર્મ પરમ વિજ્ઞાન (supreme science) છે.
અનાદિ અનંત આ સંસારચક્રમાં પ્રત્યેક જીવ માત્ર સુખ જ ઇચ્છે છે, કોઈપણ જીવ દુઃખ ઇચ્છતો નથી. સુખમાં પણ શરીરસ્વાથ્યને મનુષ્ય માત્ર મુખ્યતા આપે છે. અલબત્ત, આ મુખ્યતા સમય, સંયોગો અને સ્થળની અપેક્ષાએ બદલાતી રહે છે. આમ છતાં સર્વ સામાન્ય રીતે શરીરમાં નું ધર્મસાધન, પહેલું સુખ તે જાતે નરવા(ર્યા)" વગેરે ઉક્તિઓ દર્શાવે છે તે રીતે શારીરિક સ્વાથ્ય જ પ્રત્યેક સુખનું આદિબિંદુ છે, એમાં કોઈ શંકા નથી.
આ સુખ પ્રત્યેક જીવ કે મનુષ્ય માટે સ્વાધીન નથી કારણ કે સુખ કે દુઃખ પ્રત્યેક જીવ માટે પૂર્વભવમાં બાંધેલાં શુભ અશુભ કર્મો દ્વારા નિશ્ચિત થયેલ છે. જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહો વગેરે આવે છે. જૈનેતરો આ ગ્રહોને કારક તરીકે માને છે એટલે કે મનુષ્યની જન્મકુંડળીમાં - જે તે સ્થાનમાં રહેલ જે તે ગ્રહ, જે તે સ્થાન નિર્દિષ્ટ શરીર, ભાગ્ય, આયુષ્ય, માતા-પિતા, વિદ્યા, સંતાન, વગેરે સંબંધી સુખ કે દુઃખ જે તે મનુષ્યને આપે છે, અર્થાત્ મનુષ્યને સુખી કે દુઃખી કરનાર ગ્રહો હોય છે. આજના આ આધુનિક વિજ્ઞાન યુગમાં, મનુષ્યમાત્ર દલીલ કરે છે કે પૃથ્વીથી હજારો નહિ બલકે લાખો-કરોડો માઇલ દૂર રહેલ આ ગ્રહો મનુષ્યના જીવનને કઈ રીતે અસર કરી શકે ? આ બધી વાતો માની શકાય તેવી નથી. તો બીજી તરફ જૈન તત્ત્વચિંતકો કહે છે -- દરેક જીવને સુખ કે દુઃખ પોતે પૂર્વભવમાં કરેલ શુભ કે અશુભ કર્મના આધારે જ મળે છે. ગ્રહો કોઈને સુખી પણ કરતા નથી કે દુઃખી પણ કરતા નથી. વસ્તુતઃ મનુષ્યની જન્મકુંડળી, એ મનુષ્યના જન્મ સમયે આકાશમાં વિદ્યમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org