________________
છે. આ પ્રકારનાં વૈજ્ઞાનિક સંશોધન તથા આ ગ્રંથ પ્રકાશનના મહાન ભગીરથ કાર્યમાં અમોને આર્થિક સહયોગ આપનાર શ્રી વિલે પારલે શ્વે. મૂ. પૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, વિલેપારલે (પશ્ચિમ), મુંબઈ જેઓએ અમારી સંસ્થા માટે મહત્ત્વનું કાર્ય કર્યું છે, તથા અન્ય સંઘો, ટ્રસ્ટો અને શ્રાવક સદ્ગૃહસ્થોનો અને આ પુસ્તકની પ્રથમાવૃત્તિનું પુરોવચન "સેતુસ્વરૂપ સંશોધનકાર્ય" લખી આપવા બદલ સ્વ. ડૉ. રમણલાલ ચી. શાહ(ભૂતપૂર્વ ડીન, મુંબઈ યુનિવર્સિટી)નો તથા આભામંડળ અંગેના સંશોધન કાર્ય માટે અંગ્રેજી અભિપ્રાય લખી આપવા બદલ ટાટા ઇન્સ્ટિટટ્યુટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ, મુંબઈના અગ્રણી ખ-ભૌતિક વિજ્ઞાની ડૉ. પંકજભાઈ એસ. જોષીનો અમો હાર્દિક આભાર માનીએ છીએ. વિશેષમાં આ પુસ્તકના મુખપૃષ્ઠ માટે છ લેશ્માનું પ્રાચીન ચિત્ર આપવા માટે શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબાના ટ્રસ્ટીશ્રીઓ/સંચાલકોનો સાથે સાથે આ ગ્રંથનું સુંદર-સુઘડ મુદ્રણ કરી આપનાર મુદ્રક કું. જુઈબેન એલ. શાહ, વિવિધા એડ આર્ટ્સ, (15, રૂબી ચેમ્બર, પહેલે માળે, 84, બોરા બજાર સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ - 400 001)નો આભાર માનીએ છીએ.
વિ. સં. 2064 પોષ સુદ -12, શનિવાર 19 જાન્યુઆરી, 2008
Jain Education International
ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા અમદાવાદ 380 061
8
For Private & Personal Use Only
www.jainelibrary.org