________________
૬૨
ભગવાન મહાવીર : એક અનુશીલને પૂર્વે પ્રસ્તુત અવસર્પિણી કાલમાં ત્રેવીસ તીર્થકરે થઈ ગયા છે પરંતુ બાવીસ તીર્થકરોના સંબંધમાં એવી કેટલીક બાબતે છે કે છે આધુનિક વિચારકના માનસમાં બંધ બેસતી નથી, પરંતુ ભગવાન પાર્શ્વના સંબંધમાં કોઈ એવી બાબત નથી કે જે આધુનિક વિચારકોને અતિશક્તિ રૂપ લાગે. જેમકે ૧૦૦ વર્ષનું આયુષ્ય, ૩૦ વર્ષને ગૃહસ્થાશ્રમ અને ૭૦ વર્ષ સુધી સંયમ, તથા ૨૫૦ વર્ષ સુધી એમનું તીર્થ એમાં એ કઈ અવધિ-કાલ નથી કે જે અસંભવિતતા તેમ જ અતિહાસિક દષ્ટિથી સંદેહ ઉન્ન કરે. એટલે જ ઈતિહાસકારે એમને ઐતિહાસિક પુરુષ માને છે. જૈન સાહિત્યમાં જ નહીં પણ બૌદ્ધ સાહિત્યથી પણ એમની ઐતિહાસિક્તા સાબિત થઈ જાય છે કે ભગવાન મહાવીરનું પરિનિર્વાણ ઈ. સ. પૂ. પ૦-પ૨૮ માં થયું હતું. નિર્વાણના ૩૦ વર્ષ પૂર્વે ઈ. સ. પૂ. ૫૫૭માં મહાવીરે સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી તીર્થનું પ્રવર્તન કર્યું હતું અને મહાવીર અને પાર્વનાથના તીર્થમાં ૨૫૦ વર્ષનું અંતર છે. એનો અર્થ એ કે ઈ. સ. પૂ. ૮૦૭ માં ભગવાન પાર્શ્વનાથે આ ધરતી પર ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું હતું.
શ્રમણ સંસ્કૃતિ જ નહીં પરંતુ વૈદિક સંસ્કૃતિ પણ ભગવાન પાર્શ્વનાથથી પ્રભાવિત થઈ છે. વૈદિક સંસ્કૃતિમાં પ્રથમ ભૌતિકતાનેસૂર પ્રધાન હતું. ભગવાન પાર્વે આ ભૌતિકવાદી સૂરને આધ્યાત્મિક્તાને નવીન આલાપ આપે.
વૈદિક સંસ્કૃતિમાં શ્રમણ સંસ્કૃતિના સૂર વૈદિક સંસ્કૃતિનું મૂળ વેદમાં છે. વેદામાં આધ્યાત્મિક ચર્ચાઓ નથી. એમાં અનેક દેવની ભવ્ય સ્તુતિઓ અને પ્રાર્થના કરવામાં આવી છે. વતિમાન હોવું એ દેવત્વનું મુખ્ય લક્ષણ છે. પ્રકૃતિનાં જે રમણીય દશ્ય અને વિસ્મયજનક તેમજ ચમત્કારપૂર્ણ ઘટનાઓ હતી તેને સામાન્ય રીતે દેવકૃત કહેવામાં આવી છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિકદેવના આ ત્રણ પ્રકાર માનવામાં આવ્યા છે. આ ત્રણે દષ્ટિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org