________________
૧૫૨
ભગવાન મહાવીર : એક અનુણી લો
સમચતુરસ-જ્યારે પુરુષ સુખાસન(પાલખીમાં)માં બેસે છે ત્યારે એના બંને ઘૂંટણ અને બને બાહુમૂલ-ખભાઓનું અંતર (ડાબે ઘૂંટણ જમણે ખભે, જેમણે ઘૂંટણ અને ડાબે ખભે) આ ચારેય વચ્ચે સરખું અંતર રહે છે તે સમુચતુરસ સંસ્થાન કહેવાય છે. ભગવતી સૂત્રની ટીકામાં અભયદેવે લખ્યું છે કે જે આકાર સામુદ્રિક આદિ લક્ષણશાસ્ત્રની દૃષ્ટિ અનુસાર સર્વથા એગ્ય હોય તે સમચતુરસ્ત્ર કહેવાય છે. તીર્થકર, ચકવતી, વાસુદેવ આદિને આ સંસ્થાન હોય છે.
સલક—બહુમૂલ્ય વસ્ત્ર સહિત. સન્નિવેશ—ઉપનગર.
સપ્રતિકર્મ—-અનશનની અવસ્થામાં ઊઠવું, બેસવું, સૂવું, ચાલવું આદિ શારીરિક ક્રિયા કરવી. આ ક્રિયાઓ ભક્ત–પ્રત્યાખ્યાન અનશનની અવસ્થામાં જ થઈ શકે છે બાકીમાં નહીં.
સમય-કાલને એ અવિભાજ્ય અંશ, જેને કદી પણ વિભાગ ન કરી શકાય.
સમવસરણ-તીર્થકર પ્રભુની ધર્મ–પરિષદ જ્યાં આગળ તીર્થકરો ઉપદેશ આપે છે.
સમાચાર–શ્રમણને માટે અવશ્ય કરણીય ક્રિયાઓ અને ૦ચવહાર.
સમાધિ મરણ–મૃત્યુની સમીપ આવી જવાથી ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરીને આત્મધ્યાન કરતાં પ્રસન્નતાપૂર્વક પ્રાણને ત્યાગ કરે તે આ પંડિત મરણ અને સકામ મરણ પણ કહેવાય છે. એની પ્રાપ્તિ વિષયાદિથી વિરક્ત સમાધિસ્થ વિજ્ઞાની ઈચ્છાપૂર્વક થાય છે તથા તે મૃત્યુ સમયે પણ અન્ય પ્રસંગેની જન પ્રસન્ન જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org