________________
ભૌગોલિક પરિચય પડુપર ગામને પાયાનગરી માની છે. જનરલ કનિંઘમ પડરીનાને પાવા કહે છે. એમને મત એ છે કે પાવા કસિયાથી ૧૨ માઈલ ઉત્તરમાં ગંડક તરફ આવેલી હતી. એના ભગ્નાવશેષ પડરીનામાં મળ્યા છે. પડરીના પાવાનું પરિવર્તિત રૂપ છે. જે પાવા, પાવાન, પાડરવાનમાંથી પડરીન થઈ ગયું છે.
ભિક્ષુ ધર્મરક્ષિતે સઠિયાવા ડીહને પાવાનગર માન્યું છે. એ પ્રમાણે ઈતિહાસ-મહોદધિ ઇન્દ્રવિજયજીપ અને ડે. રાજબલી પાંડેએ પણ સઠિયાવા ડીહને પાવા માન્યું છે. ડે. હીરાલાલ જૈનના મત પ્રમાણે ગેરખપુર જિલ્લાના પગૈયા નામનું ગામ પાવા છે. શ્રી ગૌરાંગ ગોપાલ સેનગુપ્ત દેવરિયા જિલ્લાના પડરીના તહસીલમાં પપતાર નામક સ્થાનને પાવા કહ્યું છે.
જનરલ કનિંઘમના સહયોગી શ્રી કાલયિલે પડરીનાને પાવા ન માની સઠિયાવાને પ્રાચીન પાવા હોવાનું સ્વીકારી લખ્યું છે કે કુશીનારાથી વૈશાલી યા વેસઢ દક્ષિણ-પૂર્વ દિશામાં છે. એટલે એ માર્ગ પર આવેલ હોવાને કારણે પાવા કુશીનારાથી દક્ષિણ-પૂર્વ તરફ હોવું જોઈએ. બૌદ્ધ ગ્રંથ અનુસાર કુશીનારાથી પાવાને યાત્રી-માર્ગ બાર માઈલ હતો. એટલે બને સ્થળ વચ્ચે સીધું અંતર લગભગ ૧૦ માઈલ હોવું જોઈએ. પાવાથી કુશીનારાની વચ્ચે બુદ્ધ એક નદીના કિનારે વિશ્રામ કરી જલ પીધું હતું અને સ્નાન કર્યું હતું એટલે ૨. પુરાતત્ત્વ નિબન્ધાવલી તથા બુદ્ધચર્યા, પૃ. ૪૮૭ ૩, એશીએન્ટ જ્યોગ્રાફી ઓફ ઈન્ડિયા, પૃ. ૪૯૪ ૪. કુશીનગર કા ઈતિહાસ, પૃ. ૧૭-૨૪ પ. વૈશાલી પૃ. ૮૫, ૮૮ બીજી આવૃત્તિ છે. ગોરખપુર જનપદ ઔર ઉસકી ક્ષત્રિય જાતિકા ઇતિહાસ, પૃ. ૭૫-૭૮,
૧૦૯-૧૧૦ ૭. પાવાસમીક્ષા, પૃ. ૧૫ ૮. સર્ચલાઈટ પત્રમાં પ્રકાશિત લેખ, દિ. ૪-૮-૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org