________________
૮૮
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
રાજધાની હતી. આ પાવા અંગે બૌદ્ધ સાહિત્યમાં, પણ વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે અને આ પાવામાં ભગવાન મહાવીરનું નિર્વાણ થયું હોવાનું મનાય છે.
આ પ્રમાણે ત્રણ પાવા નગરીઓને ઉલ્લેખ તત્કાલીન સાહિત્યમાં મળે છે. એમાં કયા સ્થાન પર ભગવાન મહાવીરનું નિર્વાણ થયું, એ માટે કલ્પસૂત્રમાં “વાવાઈ મન્સમrg' શબ્દ મળે છે–અર્થાત્ મધ્યમા પાવા. મુનિશ્રી કલ્યાણવિજયજીનું મંતવ્ય છે કે તે આ બે પાવાઓની મધ્યમાં હતી. ભંગીદેશની પાવા એની અગ્રિમ દિશામાં હતી. અને કુશીનારાની પાસે આવેલી પાવા એના વાયવ્ય ખૂણાના સમ અંતરે હતી. એટલે રાજગૃહની પાસે સ્થિત એ પાવામધ્યમા'ના નામથી પ્રસિદ્ધ હતી. અને અનેક સંઘનાં યાત્રા વિવરણ વગેરેને કારણે વર્તમાનમાં બિહાર પ્રાન્તસ્થિત પાવાપુરીને ભગવાન મહાવીરના નિર્વાણ સ્થળ તરીકે માનવામાં આવે છે અને સિદ્ધક્ષેત્રના રૂપમાં તે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગઈ છે.
પરંતુ વર્તમાન કાલની અન્વેષણથી એ પ્રતીત થઈ રહ્યું છે કે ભગવાન મહાવીરનું નિર્વાણ સ્થાન આજકાલ રાજગૃહની નજીક જે પાવાપુરી માનવામાં આવે છે, તે નથી પણ કુશીનારાથી ૧૨ માઈલ દક્ષિણ-પૂર્વમાં આવેલ સઠિયાવાં ડીહ ( જિલે દેવરિયા, ઉત્તર–પ્રદેશ) નામનું ગામ છે. આ અંગે કરવામાં આવેલ અવેષણનો સાર અત્રે પ્રસ્તુત કરીએ છીએ.
કલ્પસૂત્ર અનુસાર ભગવાનના પરિનિર્વાણના અવસર પર મલ્લ અને લિચ્છવીઓના અઢાર ગણરાજાએ ઉપસ્થિત હતા. અત્રે એ યાદ રાખવું જોઈએ કે મલે અને લિચ્છવીઓની શાસન વ્યવસ્થા
૮. અનુત્તરfનાય , પૃ. ૨૧૩ અને ખંડ ૪, પૃ. ૨૫૬ અને ૨૬૦ ૯. શ્રમણ ભગવાન મહાવીર, પૃ. ૩૭૫. ૧. કલ્પસૂત્ર ૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org